________________
૩૧૪
કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે શ્રીકુમારપાલ રાજા શત્રુંજ્યાદિક ઉત્તમ તીર્થયાત્રા અને સિદ્ધાંત તવના શ્રવણાદિક કાર્યો વડે પુણ્યશ્રીથી અતિ પવિત્ર દિવસેને નિર્ગમન કરતા હતા. દેવીપ્રાદુર્ભાવ
શ્રીકુમારપાલરાજાએ વિનયપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિને પૂછયું.
હે ગુરુમહારાજ! પૂર્વભવમાં હું કોણ હતા? ભવિષ્યમાં હું કે થઈશ ? સિદ્ધરાજે મારી ઉપર બલાત્કારે શામાટે દ્રષ કર્યો?
- ઉદયનમંત્રીને અને તમારે પ્રેમ મારી ઉપર શા કારણથી રહ્યો છે.
પૂર્વભવના સંબંધ વિના કોઈપણ સમયે કેઈની સાથે વર અને મિત્રપણું અત્યંત હેતું નથી. કેઈક જ્ઞાનવડે આ હકીકત જાણીને સત્યવાત મને કહે. આપના વિના બીજો કોઈ મારો સંદેહનું સમા. ધાન કરવા માટે સમર્થ નથી.
સૂરીશ્વર બેલ્યા. જો કે હાલમાં કેઈપણ એવું જ્ઞાન નથી. છતાં પણ દેવ્યાદિકના આદેશથી તારા પ્રશ્નોને ઉત્તર હું કહીશ.
ત્યારપછી રાજાને વિદાય કરી સૂરીશ્વર સિદ્ધપુર જઈ સરસ્વતી નદીના પવિત્ર તટપર બેઠા. ત્યાં માત્રમય સ્નાન કરી ધ્યાનમાં સ્થિર રહી સૂરિએ ત્રણ દિવસ સુધી સૂરિમંત્રનું આરાધન કર્યું.
તેથી તેમની આગળ ત્રણ લેકની સ્વામિની તે સૂરિમંત્રના આદ્ય પીઠની અધિષ્ઠાત્રી દેવી મૂર્તિમતી સ્મૃતિ હેયને શું? તેમ પ્રગટ થઈ.
હે સૂરિચૂડામણિ ! શા કારણથી આપશ્રીએ મારું ધ્યાન કર્યું છે? એમ દેવીના પૂછવાથી સૂરદ્ર ખુશ થઈ દેવીને કહેવા લાગ્યા.
હે દેવિ ! દિવ્ય નેત્ર વડે સમ્યફ પ્રકારે જાણીને શ્રી કુમારપાલરાજાના ભૂત અને ભવિષ્યના સર્વ ભવ મને તું નિવેદન કર.
હાથમાં રહેલા મુકતાફલની માફક સમગ્ર ભાવને જાણતી. દેવી સૂરિએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર કહી પિતાના સ્થાનમાં ચાલી ગઈ..