________________
૩૧૨
કુમારપાળ ચરિત્ર વળી આ રાજાને ધન્યવાદ ઘટે છે કે જેણે હું ભ્રષ્ટ છું, છતાં પણ મને પ્રણામ કર્યો. તેમજ મારા જે કઈ આ દુનિયામાં ખરાબ નથી,
આવા ધર્મિષ્ઠ રાજાને જેણે વંદન કરાવ્યું.
જે પિતે આચારથી ભ્રષ્ટ થઈ સદાચારીઓને વંદાવે છે, તેવા અનાત્મજ્ઞની ગતિ નરકમાં પણ થતી નથી. માટે સર્વને ત્યાગ કરી હાલમાં હું તેવી કઈ પ્રવૃત્તિ કરું કે, જેથી હું અને રાજર્ષિ બંને પણ કેઈ વખત લજજાને પાત્ર થઈએ નહીં..
એમ વિચાર કરી તે મુનિએ બંધનની માફક સર્વ ધનાદિકનો ત્યાગ કરી ગુરુની પાસે આલોચના પૂર્વક ફરીથી ચારિત્ર વ્રત લીધું.
અનશન રૂપ જળવિના પાપ રૂપ તાપથી ઉત્પન્ન થયેલી મારી મેટી મોટી વિપત્તિઓ શાંત થશે નહીં, એમ જાણી તે જ વખતે તે મુનિએ અનશન વ્રત લીધું.
દુખે ત્યજવા લાયક એ પણ મહામોહ રાગદ્વેષના ત્યાગથી સુખેથી ત્યજી શકાશે. એમ જાણ તેણે સુકૃતનાદ્વેષી એવા રાગદ્વેષને ત્યાગ કર્યો.
સંસાર દાવાનલથી બળેલા જીવની શાંતિ સમતામૃતવડે થાય છે, એમ જાણી તે મુનિએ સમતામૃતનું પાન કર્યું.
તે સાંભળી દરેક પાડાઓમાં રહેનારા પાટણના લેકે હંમેશાં તે મુનિની પાસે આવતા અને ઉત્તમ ભાવનાઓ વડે પ્રભાવનાઓ કરતા હતા.
અનશન ધારી તે મુનિને જાણ શ્રી કુમારપાલ પણ બહુ હર્ષથી ત્યાં પ્રભાવના માટે જતા હતા “ પુરુષ પુણ્યની ઈચ્છા ન કરે?”
ગુરુને પ્રથમ નમસ્કાર કરી રાજા તે મુનિને નમે છે, તેટલામાં નમસ્કાર નિષેધ કરી મુનિએ રાજાને કહ્યું.
હે રાજન ! સાક્ષાત્ તમે મારા ગુરુ છે, હું તમને કેવી રીતે વહાવું? કારણ કે, આપતા નસનથી મને બંધ થયો અને અનશન વ્રત ધારી હું થયે છું.