________________
રાજભક્તિ
૩૧૩
તે વખતે તેવી સ્થિતિમાં પણ મને આપે વંદન જે ન કર્યું હેત તે કલ્યાણકારી આ મારૂં ચારિત્ર અને અનશન વ્રત કયાંથી સિદ્ધ થાત !
ભવસાગરમાં ડૂબતાં મને આપને નમસ્કાર મોટા વહાણની માફક હાથનું આલંબન થયે, જે આ ધાર્મિક લોકો હર્ષથી મારી પ્રભાવના કરે છે, તે સર્વ આપના પ્રસાદનું ફલ છે. રાજભકિત
રાજાએ પણ તે વૃત્તાંત સાંભળી મુનિને કહ્યું, આપ બહુ ભવ્યા શય છે. આટલા જ માટે નમસ્કાર માત્રથી આપને જલદી બોધ થયે
અભવ્ય પ્રાણીઓને તે પોતે શ્રીમાન સર્વજ્ઞભગવાન બંધ આપે તે પણ તેઓ સ્કૂલ પાષાણુની માફક કોઈ દિવસ બોધ પામતા નથી.
સુખ દુઃખની પ્રાપ્તિની માફક પ્રાણીઓને ધર્માધર્મની પ્રાપ્તિમાં પણ પિતાનું કર્મ જ કારણ ભૂત થાય છે.
અન્ય તે માત્ર સહાય કારક થાય છે હાલમાં તમે જ ધન્યવાદને લાયક છે. જેણે આવું દુષ્કર કાર્ય કર્યું. કારણ કે, “અલપ સુખને પણ ત્યાગ કરીને દુષ્કર વ્રત પાલન કેણ કરે ?”
જેમ કાદવમાં ખેંચી ગયેલ કોઈક જ હાથી પિતાને ઉદ્ધાર કરે છે, તેમ મેહમાં મગ્ન થયેલે કેઈક જ પ્રાણી ભ્રષ્ટ વ્રતને ઉદ્ધાર કરે છે.
તમે સુકૃતને વિષે સ્થિર થાઓ. ઉત્તમ તેજને અનુભવ કરે. ભવ-સંસારને ભેદવામાં શક્તિમાન થાઓ તેમજ મેક્ષ સુખમાં વ્યાપ્ત થાઓ.
એ પ્રમાણે સ્તુતિ કરી બલાત્કારે તે મુનીંદ્રને નમસ્કાર કરી શ્રીકુમારપાલ રાજાએ પુણ્યરૂપ બગીચાને અમૃતની નીક સમાન પ્રભાવના કરી.
ત્યારબાદ શુભધ્યાનરૂપે પવનવડે રજ-દોષ રહિત થયું છે મન જેનું, એવા તે અનશનધારી મુનિ કેટલાક દિવસ પછી વર્ગથ થયા.