________________
૩૧૦
કુમારપાળ ચરિત્ર
આચારથી ભ્રષ્ટ એવા તે મુનિને જોઈને પણ રાજાએ શ્રેણિકરાજાની માફક હાથીના કુંભસ્થળપર મસ્તક નમાવી આનંદપૂર્વક પ્રણામ કર્યાં.
વળી ભૂપતિએ વિચાર કર્યાં કે; આ મુનિના કિંચિત માત્ર પણ દોષ નથી. કારણકે; ધર્માંન પુરુષ પણ પેાતાના કર્મોને લીધે બહુ ખરામ કમ ઉપાર્જન કરે છે.
કાઈ વખત જીવ અલવાન થાય છે અને કાઈ વખત કમ` અલવાન થાય છે. આટલા કારણથી જ એ બન્નેના પરસ્પર નિર તર માટા દ્વેષ રહેલા છે.
ઉત્તમ સાધુની માફ્ક વ્રતથી ભ્રષ્ટ થયેલા તે મુનિને નમેલા રાજાને જોઈ તેની પાછળ રહેલા નહુલ રાજાએ હાસ્ય કર્યુ. તે જોઈ વાગ્ભટ મંત્રીને લજ્જા આવી અને તેનું મન પણ અહુ દુઃખાયું, જેથી તેણે શ્રીહેમચંદ્રસૂરિની આગળ તે વાત જાહેર કરી. ત્યારબાદ સૂરીશ્વરે વાદ્ય અને અવધના વિચાર જણાવવા માટે રાજાને ઉપદેશ આપ્યા.
જ્ઞાન અને દશ નયુક્ત, કષાયરહિત, જીતેંદ્રિય અને સામાયિકમાં તત્પર એવા મુનિએ સત્પુરુષાને વાંઢવા લાયક છે.
તેમજ પાશ્વસ્થ, અવષણુક, શાસ્ત્રમાં કહેલા કુશીલ-શીલભ્રષ્ટ, સસક્ત અને ઇચ્છા મુજબ વનાર સાધુએ અવધ છે.
તેમાં સવ અને દેશથી પાશ્વસ્થ એ પ્રકારના છે. સાન અને દનાદિકના પાર્શ્વ ભાગમાં રહી જે પ્રવૃત્તિ કરે, તે સવથી અને શય્યાતરાદિથી જે જીવિકા કરે, તે દેશથી પાસ્થ કહ્યો છે.
તેમજ સવ અને દેશથી અવષણુ પણ એ પ્રકારના કહ્યો છે. તેમાં બહુ શય્યાદિકને ગ્રહણ કરે અને રાખી મૂકેલું ભેાજન કરે, તે આદ્ય જાણવા. અને આવશ્યકાદિ ક્રિયાએમાં જે ન્યૂનાધિક કરે તે બીજો જાણવા.
તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અપેક્ષાએ ત્રણ પ્રકારને કુશીલ જાણવા.