________________
૩૦૮
કુમારપાળ ચરિત્ર બાદશાહ હાથ જોડી બે. હે રાજન ! અન્ય રાજાઓને દુર્લભ એવી દેવતાઓની સહાય તમારે છે, એમ હું જાણુતે નહે.
હે સત્યધારી ! આજથી આરંભી હું જીવું ત્યાં સુધી તમારી સાથે મારે કઈ પ્રકારનો વિરોધ નથી. એ બાબતમાં મારા શપથ સેગન છે. કુમારપાલવચન
શ્રી કુમારપાલરાજાએ બાદશાહને કહ્યું. શત્રુઓને તપાવનાર મારૂં પરાક્રમ તારા જાણવામાં હતું, છતાં તું અહીં શામાટે આવે ?
બાદશાહ બે.
નિયમધારી હોવાથી તું વર્ષાકાલમાં નગરમાંથી બહાર નહીં નીકળે એમ જાણે કપટથી તારા દેશને ભાગવા માટે મેં પ્રયાણ
કર્યું હતું.
પરંતુ હે રાજન ! આવા સમર્થ ગુરુ વિદ્યમાન છતાં કપટથી તને જીતવા માટે કેવી રીતે હું સમર્થ થાઉં? કારણ કે, મંત્રવાદી સમીપમાં હોય, ત્યારે ભૂતપ્રેતાદિકની શકિતને નાશ થાય છે.
વળી હે વીર ! તારું પરાક્રમ પ્રથમ મારા સાંભળવામાં આવ્યું હતું, પણ તે હું ભૂલી ગયે. હવે હું કોઈ દિવસ ભૂલીશ નહીં. વારંવાર આ મરણ મને રહ્યા કરશે. ' હે ભૂપતે ! તારું કલ્યાણ થાઓ. મને મારા સ્થાનમાં તમે વિદાય કરો. નહીં તે મારા સૈનિકે બહુ દુઃખી થશે.
ફરીથી શ્રીકમારપાળ રાજાએ કહ્યું. પોતાના નગરમાં છ માસ સુધી જે તું અમારી જીવહિંસા નિષેધ પ્રવર્તાવે તે તને અહીંથી હું છુટો કરૂં, નહીં તે તને છોડવાને નથી.
બલ અથવા છળ વડે પ્રાણીઓના પ્રાણનું જે રક્ષણ કરવું તેજ મારું સર્વસ્વ અને આત્મહિત છે.
તેમજ મારી આજ્ઞા પ્રમાણે બરોબર તારે વર્તવું અને પ્રાણીએની રક્ષા કરવી, એથી તું મોટો પુણ્યશાલી થઈશ. કારણ કે,
જીવ રક્ષા સમાન બીજું કઈ શુભ કાર્ય નથી. માટે જે તારે