________________
તુર્ક શાહ
૩૦૫ પ્રથમ શ્રીનેમિનાથભગવાનના ઉપદેશથી શ્રીકૃષ્ણ વર્ષાઋતુમાં બહાર જવાને નિયમ કર્યો હતે.
તે સાંભળી વિવેકી શ્રીકુમારપાલરાજાએ નિયમ લીધે કે, આજથી હવે વર્ષા ઋતુમાં મારે કઈપણ ઠેકાણે બહાર જવું નહીં. | સર્વ જૈન દર્શન અને ગુરુમહારાજને વંદન વિના વર્ષો કાલમાં પ્રાયે નગરમાં પણ હું નીકળીશ નહીં.
બાહ્ય અને આંતરિક કાદવ રૂપી રોગને દૂર કરવા માટે મોટા કાર્યમાં પણ તે ગ્રહણ કરેલું વ્રત બરાબર પાળતું હતું. પછી તેવા પ્રકારને શ્રી કુમારપાલને નિયમ પૃથ્વીમાં પ્રસિદ્ધ થશે. પુણ્યરૂપ-કેતકીને કીર્તિરૂપ સુગંધ ગુપ્ત રહેતું નથી. તુકશાહ
શ્રી કુમારપાળના નિયમની વાત સર્વત્ર ફરતા પિતાના ચાર પુરુષના મુખેથી સાંભળી સમૃદ્ધિ વડે સ્વર્ગ સમાન ગૂર્જર દેશને માની તુર્કસ્તાનને બાદશાહ પ્રચંડ રમૈન્ય સહિત તે દેશને ભાગવા માટે તે સમયે કૃતાંત-યમની માફક પૃથ્વીને કંપાવતે છતાં નીકળ્યો.
ઉત્તર દિશામાં ફરતા ચાર પુરુષોએ તે વૃત્તાંત એકાંતમાં ગૂર્જરેન્દ્રને જણાવી વિશેષમાં કહ્યું.
હે સ્વામિ ! શત્રુઓને તપાવનાર તેના પ્રતાપ રૂપ સૂર્યને સહન કરવા માટે અશકત એવા કયા રાજાઓ કૌશિક-ઘુવડની માફક નથી થતા?
રીન્ય સહિત–પર્વતના મધ્યભાગ સહિત મોટા એવા પણ રાજાઓ-પર્વને ચારે તરફથી ભીજાવત–આક્રમણ કરતા અને પ્રસરતે તેને સૈન્ય સાગર કેનાથી રોકી શકાશે ?
તેના સુભટો સાથે સ્પર્ધા અને યુદ્ધની વાર્તા પણ દૂર રહી. પરંતુ તેના સન્મુખ જેવાને પણ કઈ સુભટ શક્તિમાન નહીં થઈ શકે.
એ પ્રમાણે ચર પુરુષની વિજ્ઞપ્તિ સાંભળી શ્રી કુમારપાળ કંઇક ચિંતાતુર થયે અને મંત્રી સહિત તે ગુરુ પાસે જઈ બે.
ભાગ-૨ ૨૦