________________
રાજ અભિગ્રહ
૩૦૩ રાજઅભિગ્રહ
બહુ ગુરુભક્તિથી રાજાએ નિયમ કર્યો. પિતાના ગુરુએ રચેલા સર્વ શ્રેથે મારે લખાવવા. એ નિશ્ચય કરી તે થે બહુ લેખકે લહીયાઓ પાસે હંમેશાં રાજા અતિશય ભાવનાપૂર્વક લખાવતો હતે. જેથી ખજાનામાં તાડપત્ર સર્વથા ખુટી ગયાં.
તે લેખન કાર્યને અધિકારી ત્યાં આવ્યું અને શ્રી કુમારપાલને કહ્યું કે, હાલમાં તાડપત્રને સર્વથા અભાવ થયે છે, તેથી સર્વ લેખન ક્રિયા બંધ રહી છે.
તે સાંભળી રાજાએ વિચાર કર્યો. નવીન ગ્રંથ રચવામાં ગુરુની અખલિત શક્તિ છે. તે ગ્રંથ લખાવવામાં પણ મારી શક્તિ નથી.
એ પ્રમાણે લજજાને સ્વાધીન થઈ રાજા સાયંકાલના સમયે શેભામાં નંદનવનસમાન બહારના બગીચામાં અ૫ પરિવાર સાથે ગયે.
તે બગીચાની અંદર લખવામાં અનુપયેગી ખરતાલ વૃક્ષોનું ચંદનાદિક વડે પૂજન કરી મંત્રસિદ્ધની માફક રાજાએ પોતે કહ્યું.
પિતાના આત્માની માફક જૈન મતમાં મારું મન જે દઢ હય તે તમે સર્વ ઉત્તમ તાલવૃક્ષ થાઓ, એમ કહી ભૂપતિએ સોનાની એક કંઠી એક તાડ વૃક્ષના સ્કંધપ્રદેશમાં સ્થાપન કરી.
ત્યારપછી રાજા પિતાના સ્થાનમાં આવી ધર્મ ધ્યાનમાં તત્પર થ. શાસનદેવીએ તે વૃક્ષને ઉત્તમ તાડવૃક્ષ કરી નાખ્યાં. પ્રભાવિક ચમત્કાર
- પ્રભાતકાલમાં ઉદ્યાનપાલક શ્રીતાડવૃક્ષોને જેઈ શ્રીમાન કુમારપાલ નરેંદ્ર પાસે આવ્યા.
ગુરુની પાસે બેઠેલા નરેંદ્રને વૃત્તાંત નિવેદન કરી તેમણે વધામણ આપી, ઉદ્યાનપાલેને પાસ્તિોષિક આપી બહુ પ્રસન્ન કર્યા.
ત્યારપછી રાજાએ તેમને કહ્યું કે, તાડપત્ર લાવી લેખકેને ઈચ્છા પ્રમાણે આપ. આ તાડપત્ર કયાંથી ? એમ ગુરુના પૂછવાથી રાજાએ સર્વ સભા સમક્ષ ચમત્કારિક તે વૃત્તાંત ગુરુની આગળ નિવેદન કર્યું.