________________
૩૦૪
કુમારપાળ ચરિત્ર કાનને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળી શ્રી હેમચંદ્રસૂરિ રાજા અને સભ્ય લેકેની સાથે તે ઉદ્યાનમાં ગયા. તેમજ લોકોના મુખથી તે વૃત્તાંત સાંભળી મિથ્યાત્વી એવા બ્રાહ્મણદિક પણ તે જોવા માટે તે બગીચામાં ગયા.
કઠોર તાલવૃક્ષોમાં તે સમયનું નવીન શ્રીતાલપણું જઈ શ્રીહેમાચાર્ય આદિ સર્વ લોકે અત્યંત આશ્ચર્ય પામ્યા.
ત્યાર પછી શ્રીમાન હેમચંદ્રસૂરિ મધુર કંઠથી સર્વ મિયાત્રીઓને સંભળાવતા છતા જૈનમતની સ્તુતિ માટે બોલ્યા.
अस्त्येवाऽतिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद् , __ यच्छक्त्तयाऽत्र युगेडपि तालतरवः श्रीतालतामागताः । श्रीखण्डस्य न सौरभ यदि भवेदन्यदुतः पुष्कलं,
तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः ॥१॥
અન્ય ધર્મથી ખરેખર જૈનધર્મને મોટો અતિશય વર્તે છે, જેની શકિત વડે આ યુગમાં પણ તાલ વૃક્ષ શ્રીતાલ વૃક્ષ થઈ ગયાં.
જે કે, અન્ય વૃક્ષથી શ્રીખંડ ચંદનનું સૌરભ્ય અધિક ન હોય તે તેના વેગથી દુર્ગધ વરતુએ સુગંધપણાને કેવી રીતે પ્રાપ્ત થાય?
તે વૃક્ષેથી ઉત્પન્ન થયેલાં પુષ્કલ અને સુકેમલ પત્રો વડે મુખ્ય લેખકે એ સૂરિએ કરેલા ઘણુ ગ્રંથ સુખ શાંતિથી લખ્યા. ધમનિયમ
અન્યદા શ્રી કુમારપાલરાજર્ષિ ગુરુ મહારાજનાં દર્શન કરી વિનય પૂર્વક બેઠો હતે. - ગુરુએ દેશના પ્રારંભ કર્યો, વિવેકી પુરુષોએ વર્ષારૂતુમાં પિતાના સ્થાનમાંથી બહાર જવું નહીં. કારણ કે, વર્ષારૂતુમાં બહુ પાણીને લીધે સર્વ પૃથ્વી જીવાકુલ થાય છે તે પર ઉન્મત્ત મહિષપાડાની માફક પરિભ્રમણ કરતે માણસ જીવોને હણે છે.
મિથ્યાત્વિએ પણ જીવ રક્ષા માટે કહે છે કે, ડાહ્યો માણસ એક ગાઉ ચાલે અને ચાતુર્માસ એક સ્થાનમાં રહે, એ કારણથીજ