________________
૩૦૨
કુમારપાળ ચરિત્ર
તેમાં જ્ઞાનાવરણીયાદિક કમેને સ્વભાવ તે પ્રકૃતિ કહેવાય. જઘન્ય અને ઉત્કર્ષથી કર્મોનું કાલનિયતપણું તે સ્થિતિ કહેવાય. તેમને રસ તે અનુભાવ અને કર્મદલીયાને સમૂહ તે પ્રદેશ કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર કર્મોના બંધમાં હેતુ છે.
શ્રી જિને દ્રોએ નિશેષ કર્મથી મુક્ત થવું, તેને મોક્ષ કહ્યો છે. અને તે મોક્ષ ખરેખર કેવળજ્ઞાની આત્માઓને જ થાય છે.
આ જગતમાં સર્વથા દુઃખના નાશવડે પ્રાણીઓ જે શાશ્વત સુખ મેળવે છે, તે મોક્ષ સર્વને પ્રિય હોય છે.
હે રાજન ! જે પુરુષ આ સાત તને સાંભળી પરિપૂર્ણ શ્રદ્ધા રાખે છે, તે સમ્યગુદષ્ટિ થઈ અંત સમયમાં મોક્ષપદ પામે છે. તીર્થકરાદિ ચરિત્ર
શ્રીકુમાર પાલભૂપતિને તીર્થંકરાદિકનાં ચરિત્ર સાંભળવાની ઈચ્છા થઈ ત્યારે તેણે બહુ આદરથી પોતાના ગુરુશ્રી હેમાચાર્યની પ્રાર્થના કરી.
પછી ઉત્તમ રસથી વ્યાપ્ત, છત્રીસ હજાર શ્લેક પ્રમાણ,
વિરાવલી ચરિત્ર જેના અંતમાં રહેલું છે તેમજ દશ વડે મનોહર સંસ્કૃત ભાષામય,
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર દ્રાક્ષાપાક સમાન કવિત્વવડે રચીને શ્રી હેમચંદ્રસૂરિએ શ્રી કુમારપાલને સંભળાવ્યું.
તેમજ ભૂપતિની પ્રાર્થનાથી ગુરુમહારાજે જ્ઞાનવડે દીપક સમાન બીજા પણ યોગશાસ્ત્રાદિક ગ્રંથો અને શ્રીવીતરાગભગવાનનાં સ્તવને પણ બનાવ્યાં. | મુનિ અને શ્રાવકના આચારવડે સુંદર ચોગશાસ્ત્રનું અધ્યયન કરી શ્રીયુત કુમારપાલરાજા તે ગુરુમહારાજ પાસે વ્યાખ્યાન કરાવતે હતે.
એ પ્રમાણે સિદ્ધાંતને સાર સાંભળતા શ્રીકુમારપાલને જગતમાં વિચારચતુર્મુખ-વિચારમાં બ્રહ્મા એવું બિરૂદ પ્રાપ્ત થયું.