________________
તીર્થકરાદિ ચરિત્ર
૩૦૧ તિષમાં ક્ષણાદિક જે કાલ કહેવામાં આવે છે, તે વ્યવહારથી ગૌણ છે. સર્વ પદાર્થનું જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનપણું કહેવાય છે, તે સર્વજ્ઞના વચનથી કાલકીડિત વડે જાણવું. | સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, વડે સહિત પુદગલો માન્યા છે. તેઓ અબદ્ધ હોય તે અણુ અને બદ્ધ હોય ત્યારે સકંધ, એમ શાસ્ત્રમાં કહ્યું છે.
વળી વાંત, આતપ અને ઉદ્યોતરૂપ તે કંધે સૂક્ષમ અને બાદર હોય છે.
તેમજ કર્મશબ્દાદિકના જનક અને સુખ દુઃખાદિકના હેતુ છે.
મન, વાણ, કાય, અને ક્રિયા એ આશ્રવ કહેવાય છે. વળી તે શુભનો હેતુ હોય તો શુભ અને અશુભની પ્રાપ્તિમાં અશુભ જાણુ.
ઉત્કૃષ્ટ ધ્યાનથી સંગત થયેલું મન શુભ કામને પ્રગટ કરે છે. અને દુર્યાન વાસિત તે ચિત્ત અશુભકર્મને ઉત્પન્ન કરે છે.'
મિથ્યાત્વ રહિત અને શ્રુતજ્ઞાન સહિત એવું વચન પ્રાણીઓને શુભદાયક થાય છે અને એથી વિપરીત વચન અશુભદાયક થાય છે. તેમજ ગુપ્તદેહવડે પ્રાણી શુભ કર્મ બાંધે છે. અને ગુપ્તિરહિત મોટા આરંભ કરનાર પ્રાણી અશુભ કર્મ બાંધે છે.
આશ્રવ–પાપને નિરાધ તેને જ્ઞાનિ પુરુષોએ સંવર કહ્યો છે. તે સંવર દ્રવ્ય અને ભાવ વડે બે પ્રકારને કહ્યો છે. તેમાં દ્રવ્યસંવર નવીન કર્મ પુદ્ગલેને ગ્રહણ કરતું નથી, અને ભાવ સંવર તે સંસારના હેતુભૂત કાર્યોને નાશ કરે છે.
પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોને જીણું કરવાં, તે નિર્જરા કહી છે. તે નિર્જરા મુનિઓને સકામ અને અન્ય માનવેને અકામ હોય છે. * મિથ્યાત્વાદિકની સહાયથી પ્રાણીના જે કર્મયોગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરવું. તે બંધ કહેવાય અને તે બંધ જીવને પરતંત્રતા કરનાર છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશવડે તે બંધ ચાર પ્રકાર છે.