________________
જીવ અને અજીવ
૨૯૯ જૈન મતમાં જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ, એમ સાત તવ કહેવાય છે.
તેમાં જ્ઞાનદર્શનાત્મક, અનાદિઅનંત, કર્તા, ભક્તા અને પરિણામી એવા જીવે છે, એમ શ્રી જિદ્રભગવાને કહ્યું છે.
વળી તે જીવે સંસારી અને મુક્તના ભેદવડે બે પ્રકારના કહેલા છે.
તેઓમાં સંસારી જીવો સ્થાવર અને વસ, એવા ભેદવડે બે પ્રકારના છે.
તેમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સ્થાવર છે. એકેદ્રિય હોય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષમ અને બાદર પણ હોય છે. અને વનરપતિ છે તે પ્રત્યેક અને સાધારણ ભેદવડે બે પ્રકારના હોય છે. તેમાં પ્રત્યેક વનરપતિકાય તે બાદર જ હોય છે. અને સાધારણ તો સૂક્ષમ અને બાદર હોય છે. બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેદ્રિયપણાથી ત્રસ જીવે ચાર પ્રકાસ્ના હોય છે.
તેમાં શંખ, જલેઈ અને ર્કમી આદિ જી દ્વિદ્રિય જાણવા.
લીક્ષા-લિખ, કીડી, યૂકા–જુ, અને કુંથુ આદિ ત્રિક્રિય જાણવા.
તેમજ ભ્રમર, મક્ષિકા અને દંશ વિગેરે ચતુરિંદ્રિય જાણવા.
બાકીના તિર્યંગ, નરયિક, મનુષ્ય અને દેવતાઓ પંચંદ્રિય જાણવા વળી તેઓ પણ સંજ્ઞી અને અસ શી એમ બે પ્રકારના છે.
સમનસ્ક હોવાથી જેઓ શિક્ષા-ઉપદેશ વિગેરેને જાણે છે, તે સંજ્ઞી જાણવા. બાકીને અસંસી જાણવા.
આયુષ, ઉચ્છવાસ, પાંચઈદ્રિય તેમજ મન, ભાષા અને આયુ એ દશ પ્રાણબલના સંબંધથી જીવેને પ્રાણી કહેલા છે.
એ કેંદ્રિયમાં ચાર, દ્વીંદ્રિયમાં છે, ત્રીદિયમાં સાત, ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પંચેંદ્રિયમાં નવ અને સંજ્ઞી પંચેંદ્રિયમાં દશ પ્રાણ કહ્યા છે.