________________
૨૯૮
કુમારપાળ ચરિત્ર તેમાંથી ત્રણ રત્ન આ ત્રણ તીર્થોમાં વાપરવા માટે અને મુક્તિ સુખને સ્વાધીન કરવા માટે મારા પિતાની ઈચ્છા હતી.
એ ઉત્તમ તેમને ઘણે વિચાર હતે છતાં પણ તેમનાથી યાત્રા થઈ શકી નહીં અને દૈવયોગે મૃત્યુ સમય આવ્યો. ત્યારે તેમણે મને પાસે બોલાવી કહ્યું.
હે પુત્ર ! આ પાંચ રત્ન હું તને આપું છું. તેમને તું સ્વીકાર કર. એમાંથી ત્રણ રત્ન શત્રુંજયાદિ તીર્થોમાં એક એક આપજે. બાકીનાં બે રત્નથી પોતાના કુટુંબને તે નિર્વાહ કરજે.
એમ કહી પાંચ રત્ન મને આપી મારા પિતા મરી ગયા. માટે મેં એમનું કહેલું વચન સત્ય કર્યું. હાલમાં બે રત્ન મારી પાસે રહ્યાં છે. આ જુઓ ? એમ કહી તેણે બંને રત્ન ભૂપતિના હાથમાં આપ્યાં.
સૂર્યસમાન તેજસ્વી તે રને પિતાના હાથમાં લઈ રાજા અને સંઘના લોકે વારંવાર જેવા લાગ્યા.
હું પૃથ્વી પતિ છું, તોપણ મારી શ્રેષ્ઠતા ગણાય નહીં અને આ વણિક છે, પરંતુ તેને ધન્યવાદ ઘટે છે, કારણ કે; એણે આવાં રત્ન વડે શ્રી જિદ્રભગવાનની પૂજા કરી.
એમ વિચાર કરી શ્રી કુમારપાલે તેને અઢી કરોડ ધન અપાવીને તેની પાસેથી તે બે રત્નો લઈ લીધાં. પછી તે બંને મણિયને મધ્યનાયક કરી બે અમૂલ્ય હાર બનાવરાવી ભૂપતિએ રૈવતાચલ અને શત્રુંજયગિરિરાજ પર શ્રી જિનેન્દ્રભગવાન માટે મેકલી દીધા.
ત્યારપછી ત્યાંથી નીકળી શ્રીકુમારપાલભૂપતિ મહત્સવપૂર્વક પાટણમાં ગયા. | સર્વ યાત્રાળુ લેકેને સત્કાર કરી તેમને આદર સહિત પિત. પિતાના સ્થાનમાં વિદાય કર્યા. જૈનતત્વબોધ
શ્રીકુમારપાલરાજાને તત્વ જાણવાની ઈચ્છા થઈ. શ્રીમાન હેમચંદ્રસૂરિ સાત તત્વનું સ્વરૂપ કહેવા લાગ્યા.