________________
દેવપત્તન
૨૯૭ હે ત્રિભુવન વિભે ! પૂર્વભવમાં કઈપણ સમયે આપનાં દર્શન મને નક્કી થયાં નથી, અન્યથા પ્રમાણુ રહિત ભવભ્રમણ મને કેવી રીતે પ્રાપ્ત થાય ?
વળી હાલમાં પુણ્ય યોગથી હું આપને પ્રાપ્ત થયેલ છું, માટે મારા કલેશને દૂર કરી ઉત્કૃષ્ટ મેક્ષ સુખ મને આપે. - ત્યારબાદ સાંકળનાં પગથીયાંવડે પર્વતપર ચઢવું બહુ મુશ્કેલ માની શ્રીકુમારપાલરાજાએ સુરાષ્ટ્ર દેશના અધિકારી શ્રીમાલજ્ઞાતિના આભૂષણ સમાન રાણાશ્રી આંબદેવની પાસે જુનાગઢની દિશાથી આરંભીને નવીન સુખાવહ સે પાનપંક્તિ બંધાવી. દેવપત્તન
ત્યાંથી પ્રયાણ કરી સંઘ સહિત શ્રીકુમારપાલભૂપતિ દેવપત્તન પ્રભાસમાં ગયા.
ત્યાં ચંદ્રથી અધિક કાંતિમય શ્રી ચંદ્રપ્રભજિનંદ્રના ચરણ કમલમાં સર્વે નમ્યા.
અહીંયાં પણ તે જ ઉત્તમ મણિ આપીને જગડુ શ્રેષ્ઠી પૂર્વની માફક પ્રથમેંદ્ર થયે. ખરેખર પુણ્યમાં પુરુષની તૃષ્ણા અધિકાધિક હિય છે.
સર્વ લેકને ઉલ્લંઘન કરનાર તેવું જગડુ શ્રેષ્ઠીનું ચરિત્ર જોઈ શ્રીકુમારપાલરાજર્ષિ વિસ્મિત થયે અને સંઘાધિપતિ તેને કર્યો.
ત્યારપછી રાજર્ષિએ તેને પૂછયું રાજાઓને પણ દુર્લભ એવાં સવા કરોડ મૂલ્યનાં ત્રણ રને તારી પાસે કયાંથી આવ્યાં અને આ પ્રમાણે ઉદારતાથી પુણ્ય કાર્યમાં તે કેમ આપી દીધાં? કારણ કે તારી માફક બીજો કોઈ માણસ દરેક સ્થાનમાં આવાં રત્ન આપે નહી.
જગડુ શ્રેષ્ઠી બોલ્યો. હે રાજન ! આ દેશમાં મહુવા નામે સુપ્રસિદ્ધ નગર છે.
તેમાં લક્ષ્મીવડે રાજાઓથી પણ અધિક મારા પૂર્વજો હતા. તેમણે સંપાદન કરેલાં આ પાંચ રને મારા પિતા હંસામંત્રીના હાથમાં હતાં.
'