________________
ગુરુકૃત સ્તુતિ
૨૯૫ વાર આ કલેક બો. એટલે શ્રી કુમારપાલે તેને નવ લાખ સયા ખુશી થઈને આપ્યા. ગુરુકૃત સ્તુતિ
શ્રી હેમચંદ્રસૂરિએ પાંચ શકસ્તવ વડે દેવવંદન કરી આનંદના મંદિરરૂપ શ્રી તીર્થકર ભગવાનની સ્તુતિ કરી. त्वमीशस्त्वं तात-स्त्वमतिसदयस्त्व हितकर
स्त्वमय॑स्त्वं सेव्य-स्त्वमखिलजगद्रक्षणचणः । अतस्त्वत्प्रेष्योऽह, भवपरिभवत्रस्तह्रदयः, __ प्रपन्नस्त्वामस्मि, त्वरितमव मां नाभितनय ! ॥ १ ॥
હે આદિનાથ ભગવાન ! તમે સ્વામિ છે, તમે પિતા છે, તમે અતિ દયાલું છે, તમે હિતકારી છો, તમે પૂજય છે, તમે સેવવા લાયક છે.
તેમજ સર્વ જગતનું રક્ષણ કરવામાં કુશલ પણ તમે જ છે.
એટલા માટે આપને કિંકર હું સંસાર પરિભવથી ત્રાસ પામી આપના શરણમાં આવ્યો છું તે જલદી આપ મારું સંરક્ષણ કરે.
ત્યારપછી શ્રી કુમારપાલભૂપતિ યાત્રા પૂર્ણ કરી, ત્યાંથી ઉતરી તેમનું જ ધ્યાન કરતે કેટલાક દિવસે ઉજયંતગિરિરાજની નજીકમાં આ . ઉજયંતગિરિ
સૂરદ્ર અને નરેંદ્ર બંને એક સાથે ગિરીંદ્રપર ચઢે છતે રાવણે ઉપાડેલા અષ્ટાપદ ગિરિની માફક તે ગિરિ કંપવા લાગ્યો.
શ્રી મહારાજ કુમારપાલે ગુરુને પૂછયું કે, આ પર્વતને કંપવાનું શું કારણ?
ગુરુ બેલ્યા. હે રાજન ! આ માર્ગમાં છત્રશિલા નામે એક શિલા. રહેલી છે. તેની નીચે એક સાથે બે પુણ્યશાલી જી નીકળે, તો. તેમના મસ્તક પર આ શીલા પડે, એમ પ્રાચીન લોકે કહે છે.
આપણે બંને પુણ્યશાળી છીએ, માટે અહીંયાં જતાં આપણું ઉપર રૈવતાચલના કંપવાથી આ શિલા કદાચિત પડે.