________________
કુમારપાળ ચરિત્ર એટલા માટે તુ પ્રથમ તીર્થ પર જા, પેાતાનું કાર્ય સિદ્ધ કર. હું. પછીથી આવીશ અને શ્રી નેમિનાથભગવાનને વંદન કરીશ. શ્રીકુમારપાલે કહ્યુ. એમ કરવાથી મારા અવિનય થાય, માટે આપ પ્રથમ જાએ. હું પછીથી આવીશ.
તે પ્રમાણે કરીને સુરી'દ્ર અને શ્રીયુત કુમારપાલ સઘ સહિત અનુક્રમે ગિરિરાજ પર ગયા અને બંને જણ કામજવરને નાશ કરનાર શ્રીતીથ''કરને નમ્યા.
ત્યારપછી ત્યાં શ્રી જિનેન્દ્રભગવાનની સ્નાત્રપૂજા તેમજ મહુચંદન પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યે વડે પૂજા કરીને રાષિ` સાથે અન્ય લાકોએ પણ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું.
૨૯૬
પુનઃ તેજ જગડુ શ્રેષ્ઠીએ પૂર્વની માફક માલા પરિધાન કરી અદ્ભુત તેવા જ મણિ આપીને ઇંદ્રપદ્મના સ્વીકાર કર્યાં.
ત્યારબાદ તીથ ને ઉચિત એવાં સવ કાય કરાને શ્રી કુમારપાલ નૃપતિ શ્રી નેમિનાથભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
હે ભગવન્ ! આપના ધ્યાનરૂપ પવન રાશિવડે મેઘ મડલી જેમ મારી પાપ મડલી લીન થઈ ગઈ. કારણ કે, મહાપ્રભાવિક એવા આપતું મને દર્શન થયું.
હે સ્વામિ ! મહા મેઘ સમાન આપ મારા હૃદયમાં રહ્યા છે, છતાં આ સંસારરૂપ દાવાનલથી ઉત્પન્ન થયેલા તાપ મને કેમ દુઃખ દે છે ? હું વિશ્વેશ! આપના જ શરણે રહેલા એવા મારી ઉપર પ્રસન્ન થાએ કે, જેથી આપના ધ્યાનવડે મારૂ મન આપને વિષે જ લીન થાય, આપમય થાય.
ત્યારબાદ કુસુમ સમાન કામલ સ્તાન્ત્રાવડે ચિરકાલ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી શ્રી હેમચંદ્રસૂરિ પણ પ્રાર્થના કરવા લાગ્યા. - मया प्राप्तो न त्वं क्वचिदपि भवे प्राचि नियतं,
9
भवभ्रान्ति चेतु मम कथमियत्ताविरहिता ।
sarat प्राप्तोऽस्मि, त्रिभुवनविभो पुण्यवशत
स्ततो भक्तवा क्लेश, रचय रुचिरं मे शिवसुखम् ॥१॥