________________
૨૯૨
યુવા ની મજા આવી,
કુમારપાળ ચરિત્ર તીર્થ સમાન ઉત્તમ એવી તે જન્મભૂમિને જોઈ શ્રીયુત કુમારપાલે નમસ્કાર કર્યો.
ગુરુ મહારાજ અહીં બાલ્યાવસ્થામાં ઝેલિકામાં રહ્યા હતાં, એમ જાણ રાજાએ ત્યાં ઝેલિકા વિહાર એવા નામથી ચૈત્ય બંધાવ્યું. તેમાં શ્રીમહાવીરભગવાનની પ્રતિષ્ઠા કરાવી.
પછી ત્યાંથી પ્રયાણ કરી સર્વત્ર જૈનમતને ઉઘાત કરતે અને પુણ્ય રંગથી તરંગિત થયેલ ભૂપતિ વલભીપુરમાં ગયે.
ત્યાં તેની નજીકમાં સ્થા૫ અને ઈર્ષ્યાળુ, નામે બે પર્વત હતા. તેમના મધ્ય ભાગમાં નિવાસ કરી, ગુરુમહારાજે પ્રભાત કાળનું આવશ્યક ધર્મ કાર્ય કર્યું.
ત્યાં ધર્મધ્યાનમાં મગ્ન થયેલા ગુરૂમહારાજને જોઈ શ્રીમાન કુમારપાલની ભક્તિ બહુ વૃદ્ધિ પામી, અને બંને પર્વતના શિખર ઉપર જાણે તે બંને પર્વત હેયને શું ? તેમ અતિ ઉન્નત બે મંદિર બંધાવ્યાં તેમજ તે મંદિરમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વ– નાથ ભગવાનની મૂર્તિ પધરાવી. પુંડરીકગિરિ
તીર્થ દર્શનમાં ઉસુક થયેલે ભૂપતિ ત્યાંથી પ્રયાણ કરી સાક્ષાત મેક્ષની માફક પુંડરીક-શત્રુંજય ગિરિરાજ ચઢ.
ત્યાં પિતાના મંત્રીએ કરાવેલા ઉજવલ ચૈત્યને જોઈ રાજાએ પિતાના મનમાં તેને કીર્તિસ્તમ-સમૂહ હેયને શું ? તેમ તેને માન્યું.
તે ચૈત્યની અંદર રોમાંચના મિષથી હર્ષાકુરને પ્રગટ કરતે ભૂપતિ ગુરુની સાથે શ્રીમાન આદિનાથભગવાનને નમે.
તે તીર્થમાં જૈન ધર્મને અતિશય પ્રભાવ જોઈ તેની પ્રાપ્તિથી પિતાના આત્માને તેણે ધન્ય માન્ય.
પછી સુવર્ણ પુષ્પાવડે શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી. ભૂપતિએ ઈંદ્રની માફક ચૈત્યપરિપાટીને મહત્સવ કર્યો.
જે રાઓ સૂર્યને પણ જેતી નહતી તેઓ પણ પૂજનની ઈચ્છાથી દરેક ચૈત્યમાં ફરતી હતી.