________________
કુમારપાળ ચરિત્ર
ગુમા
ત્યારબાદ ધાન કરી શ્રીમાન હેમચંદ્રસૂરિ નરેંદ્રની હાર્દિક ચિંતા રૂપ સંતાપની શાંતિ માટે અમૃતવૃષ્ટિ સમાન વચન બેલ્યા.
હે નરેંદ્ર ! તારે કઈ પ્રકારની ચિંતા કરવી નહીં. કારણકે સુરેદ્રની માફક તે શુભ કાર્ય આરંવ્યું છે, તેને કોઈ રીતે ભંગ થવાને નથી. બાર પ્રહરની અંદર આ વિન દૂર થઈ જશે.
એમ ગુરુએ પિતે બહુ દૌર્ય આપ્યું, તે પણ જવરથી પીડાયેલાની માફક ભૂપતિના હૃદયમાં શાંતિ થઈ નહીં. અરે ! હવે શું થશે ? એમ અતિશય ચિંતા કરતો શ્રીકુમારપાલ પિતાના મહેલમાં રહ્યો હતો, તેવામાં ગુરુએ કહેલા સમયે ચરેએ આવી રાજાને કહ્યું,
| હે સ્વામિ ! સવારમાં જ પોતાના બળ વડે હું પાટણ શહેરને કબજે કરીશ. એવી પ્રતિજ્ઞા કરી આપના શત્રુ કર્ણરાજાએ એકદમ રાત્રીએ પ્રયાણ કર્યું.
પાપથી પ્રેરાયેલાની માફક તે હાથી પર બેસી અધ રાત્રીએ આવતો હતો. ક્ષણમાત્રમાં નિદ્રાવશ થઈ ગયે.
ભર ઉંઘમાં આવેલા કર્ણરાજાના કંઠમાં રહેલી સોનાની કંઠી માર્ગમાં કેઈક વડની શાખામાં પાશની માફક ભરાઈ ગઈ.
નીચે થઈ હાથી ચાલ્યા ગયે, એટલે તેનું શરીર શાખાએ વળગી રહ્યું અને કંઠે પાસ બેસવાથી રૂંધાઈને તત્કાલ તે મરી ગયે.
તેની સર્વ દહનકિયા અમે પિતે નજરે જોઈ અહીં આપને કહેવા માટે આવ્યા છીએ.
હા ! એકદમ એને આ શું થયું ? એમ ક્ષણ માત્ર શોકાતુર થઈ શ્રીયુત કુમારપાલ પિતાના ગુરુ પાસે ગયા અને એમના અદ્ભુત જ્ઞાનથી ચમત્કાર પામી તેણે કર્ણશજાનું વૃત્તાંત ગુરુ આગળ નિવેદન કર્યું. યાત્રા મહોત્સવ
ત્યારબાદ મહત્સવ કરી શ્રીમાન ભરતચકીની માફક અપૂર્વ વિભૂતિને ધારણ કરતા શ્રી કુમારપાલે પિતે યાત્રા માટે પ્રસ્થાન કર્યું.