________________
ગુરુકૃપા
૨૮૯ તેમજ બીજા પણ બહુ ધનાઢય શ્રેષ્ઠીઓ યાત્રા માટે તૈયાર થયા. ખરેખર સપુરુષને શુભ કાર્યમાં તૃપ્તિ થતી નથી.
રાજાના આમંત્રણ વડે ચારે દિશાઓમાંથી તીર્થયાત્રા માટે લોકેએ પ્રયાણ કર્યું.
તે સમયે બહુ વિશાલ એવા પણ રસ્તાએ ઘણા સંકીર્ણ થઈ ગયા. સર્વ સંઘ એકઠો થયો અને શ્રીકુમારપાલરાજા જેટલામાં પ્રયાણ કરે છે, તેટલામાં અંતઃકરણમાં દુઃખી થયેલા ચરોએ આવીને કહ્યું. - હે દેવ ! ડાહલ દેશને અધિપતિ કર્ણરાજ બલવાન સૌન્યરૂપ સમુદ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી બે ત્રણ દિવસમાં અહીંયાં આવશે.
એમ સાંભળવા માત્રથી શ્રીયુતકુમારપાલના ભાલચ્છલમાં ચિંતા ' સાગરથી ઉત્પન્ન થયા હોયને શું ? તેમ પ્રસ્વેદ બિંદુઓ પ્રગટ થયા.
ત્યારપછી વાગભટની સાથે તે જ વખતે એકાંતમાં ગુરુને અશ્રવણીય તે વાક્ય નિવેદન કરી રાજાએ કહ્યું.
હે સૂરીંદ્ર ! જે તીર્થમાં જઈશું તે પાછળથી શત્ર અહીં આવી પાડે જેમ તળાવને તેમ મારા દેશને ડહોળી નાખશે.
હવે જે એની સામે થઈ યુદ્ધ કરૂં તે બંનેનું સરખું બલ હોવાથી ઘણે સમય લાગે અને તેટલા સમય સુધી આ પરદેશી લકે કેવી રીતે અહીં રહી શકે ? એમ વિચાર કરતે હું જલ જંતુ સમાન ચિંતા સાગરમાં પડે છું.
અધમ પુરુષમાં અગ્રણી એવા મને ધિકકાર છે કે, જેને પુણ્યરૂપ મને રથ વિનશૈલ–પર્વતમાં રથની માફક અથડાઈને તક્ષણ ભાગી ગયે.
આ શ્રેષ્ઠીઓ ભાગ્યશાળી ગણાય કે, જેઓ સુખેથી સંઘપતિ થાય છે. દેવની માફક હું સંઘપતિના ભાગ્યથી હીન છું. તે મારામાં શ્રેષ્ઠવ કયાં રહ્યું ?
અહો ! નીકળતે જ મારો ધર્મ કર્મને અંકુર દાવાનળ સમાન દુષ્ટ દૈવે કેમ બાળી નાખે ? આથી અન્ય શોચનીય શું ? ભાગ-૨ ૧૯