________________
२८७
યાત્રાફલ ઉપદેશ
તે સમયે સાક્ષાત્ પ્રમોદની મૂર્તિ સમાન ગુરુને આગળ કરી સર્વ સંઘ સહિત શ્રીયુત કુમારપાલરાજા તેમના સામે ગયે. સાક્ષાત્ શ્રીવીરપ્રભુ સમાન તે મૂર્તિના દર્શનથી પ્રસન્ન થયેલા રાજાએ સુવર્ણ પુપો વડે પૂજા કરી ચીત્ય વંદન કર્યું.
ત્યારપછી રથમાંથી તે મૂર્તિને પોતે ઉતારી પિતાની પુણ્યશ્રીની માફક ગજેંદ્રપર બેસારી મહેલની અંદર લઈ ગયે.
શાંતિગૃહની અંદર સ્ફટીકનું નવીન મંદિર કરાવી તેમાં પ્રતિમાને થાપન કરી ત્રણે કાલ રાજા પોતે પૂજતે હતે.
તેના પ્રભાવથી રાજાને ત્યાં દિવસે સમૃદ્ધિ વધવા લાગી. ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતી આવે તેમાં શું આશ્ચર્ય !
પંડરિકદિ તીર્થની માફક તે પ્રતિમાને નમવા માટે દૂરથી પણ હજારે ધાર્મિક પુરુષે ત્યાં આવવા લાગ્યા. તે પ્રતિમાનું શાસનપત્ર જોઈને શ્રી કુમારપાલે ઉદાયનરાજાનાં આપેલાં ગામ મૂર્તિ પૂજા માટે આપ્યાં. યાત્રાલ ઉપદેશ
એક દિવસ શ્રી હેમચંદ્રસૂરિએ ધર્માત્મા શ્રીકુમારપાલ રાજાને શત્રુ. જ્યાદિ તીર્થોની યાત્રા કરવાથી શું ફલ થાય છે, તે સંબંધી સ્પષ્ટ ઉપદેશ આપે. ध्याने पल्यसहस्रसंभवमघ प्रक्षीयतेऽभिग्रहे,
तल्लक्षात्थमनेकसागरकृतं मार्गे समुल्लडि.घते । तीर्थस्याश्रयणेऽभ्युपैति सुगतिर्देवाननाऽऽलोकने,
श्रीसौंख्यादि तदर्च ने सुरपदं तत्तीवभावे शिवम् ॥ १॥ તીર્થયાત્રાનું ધ્યાન કરવાથી સહસ્ત્રપપમથી પ્રગટ થયેલું પાપ દૂર થાય છે.
અભિગ્રહ કરવાથી લક્ષ પલ્યોપમથી થયેલું અને માર્ગે ચાલવાથી એક સાગરોપમથી કરેલું પાપ દૂર થાય છે.
તેમજ તીર્થને આશ્રય કરવાથી સદ્ગતિ પ્રાપ્ત થાય છે.