________________
રાજર્ષિ પીડા
૨૮૧
ययाऽय क्षेत्रज्ञः परिहृतपथ वाङ्मनसयो
श्चिदानन्दं बिन्द त्यनुपमसुखाऽऽश्लेषसुभगम् । विरक्ते रक्तां ता-ममिलषसि चेन्मुक्तिरमणी, ___ तदा त्वं तदृती-मिव कुरु करे सर्व विरतिम् ॥ १॥
જેથી આ ભવ્યાત્મા વાણું અને મનને અગોચર અપૂર્વ સુખમય આનંદને મેળવે છે, વિરક્ત પુરુષ ઉપર રાગવાળી તે મુકિતસ્ત્રીને જે તું ઈચ્છતો હોય તે તેની દૂતી સમાન સર્વ વિરતિને હસ્તચર કેર,
દાનાદિક ધર્મો છે, પરંતુ તેઓ ભેગાદિકના હેતુ છે. મુક્તિ આપવામાં તે કેવલચારિત્ર લક્ષમી જ સમર્થ છે.
આ પ્રમાણે ભગવાનના મુખથી ચારિત્રરૂપ ક૯૫મનું ફલ સાંભળી ઉદાયન રાજા ભેજનપર જેમ ભૂખે માણસ તેમ ચારિત્ર ગ્રહણ કરવામાં ઘણે ઉસુક થયો.
પુત્રને રાજ્ય આપવું તે યોગ્ય નથી. રાજ્ય એ મહાપાપનું કારણ છે. તેથી એને જે રાજ્ય આપું તે તે ભવસાગરમાં વહાણની માફક જલદી ડૂબી જાય. હું એને રાજ્ય આપીને જે નરકભૂમિમાં નાખું, તે પુત્રવિષે મારૂં હિતકરપણું કેવી રીતે ગણાય?
એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના રાજ્યમાં પિતાના ભાણેજ કેશીને સ્થાપન કર્યો.
પછી તે પ્રભુ પ્રતિમાની પૂજા માટે ઘણાં ગામ બક્ષિશ કર્યા.
ત્યારબાદ પુત્ર સહિત ઉદાયન રાજાએ અમારી પાસેથી મોક્ષમના બીજસમાન ચારિત્રવ્રત ગ્રહણ કર્યું, અને તે સંબંધી કેશી રાજાએ મહોત્સવ કર્યો.
વ્રત દિવસથી આરંભીને ઉદાયનમુનિ છઠ આદિક તપશ્ચર્યાના કષ્ટવડે કિરણ વડે સૂર્યની જેમ કર્મ પંક-કાદવને સુકવવા માટે ઉદ્યમ કરવા લાગ્યા
હે શ્રેણિકણુત ! અપૂર્વ ચારિત્રલક્ષ્મીનું પાત્ર આ ઉદાયન રાજાને અમે છેલ્લા રાજર્ષિ કહ્યા.
અભયમંત્રી બહુ ખુશ થઈ ફરીથી પૂછ્યું.