________________
૨૮૪
કુમારપાળ ચન્દ્રિ દૈવિપકેપ
તે વૃત્તાંત પ્રભાવતી દેવના જાણવામાં આવશે. જેથી તે દેવ બહુ કોપાયમાન થઈ જશે અને તે વિતભય નગરને ધૂળથી પૂરી નાખશે.
જીવંત સ્વામીની તે પ્રતિમા પણ ધૂળના ઢગલાઓથી પુરી નાખી નિધાનમાં રહેલી સમૃદ્ધિની માફક પૃથ્વીની અંદર રહેશે.
વળી તે મુનિને એક શય્યાતર-કુંભાર હતે. તેને પ્રભાવતી દેવ વીતભય પત્તનમાંથી સીણુપલી નામે મહાપુરીમાં લઈ જઈને તેના નામથી કુંભકાર એવું તે નગરનું નવીન નામ પાડશે, “હે ! દેવતાઓને પણ અનહદ સ્નેહ હેાય છે.” પુનમંત્રી પ્રશ્ન
ફરીથી અભયમંત્રીએ પ્રભુને પૂછયું. હે ભગવાન! તે શ્રી અહંત ભગવાનની પ્રતિમા કયારે પ્રગટ થશે? તે આપ કહે.
જનગામિની વાણી વડે શ્રી વિરપ્રભુ બેલ્યા. અમારા નિર્વાણથી (૧૨૭૨) મા વર્ષે લાટ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડામાં અણહીલ્લપુર નામે નવીન નગર થશે.
તેની અંદર અન્ય લોકે બેલે તેમાં નવાઈ શી? પરંતુ પાંજરામાં રહેલા શુક–પિપટ વિગેરે પ્રાણીઓ પણ શ્રાવકોના ઘરમાં નવકાર મંત્ર ભણશે.
તેમજ તે નગરની અંદર રનોથી બનાવેલી શ્રીજિદ્રોની પ્રતિમાઓ ધાર્મિક મનુષ્યના મનમાં શાશ્વત પ્રતિમાઓના દર્શનની પ્રીતિ પૂર્ણ કરશે
વળી તે નગરમાં ધનાઢય, વિદ્વાન, ધર્મજ્ઞ, અને દીર્ઘ આયુષવાળા લોકે ચેથા આરાના મનુષ્યોની માફક નિવાસ કરશે. દરેક ઘરની અંદર પ્રકાશ પામતી પિતાની શકય એવી લક્ષમીને જોઈ ઈર્ષાથી જેમ નિર્ધનતા તે લેકેથી દૂર રહેશે.
ત્યારબાદ વીર સંવત ૧૬૬૯ મા વર્ષે તે નગરની અંદર ચૌલુકયવંશમાં આભૂષણ સમાન મૂળ રાજનરેંદ્રના વંશમાં દયા, દાક્ષિણ્ય,