________________
ઉદાયન પશ્ચાત્તાપ
૨૭૯
એણે મને કઈ વખત જે નથી, છતાં આજે મને એમ પૂછવાનું શું કારણ? માટે આજે જરૂર મારું અમંગળ થવાનું છે.
એમ વિચાર કરી તે બે. આજે એમ પૂછવાનું શું કારણ છે?
સૂપકાર છે. આજે પર્યુષણ પર્વ હોવાથી રાજાને ઉપવાસ છે. તમારા માટે હું શી રસોઈ બનાવું એટલા માટે તમને પૂછયું. તે સાંભળી શઠ એ તે ચંડપ્રદ્યોત પણ બો.
આજે પર્વતિથિની તે મને જાણ કરી તે બહુ સારૂ કર્યું. કારણ કે મારા માતા પિતા પણ જૈનધર્મ પાળતાં હતાં, માટે મારે પણ આજે પુણ્યકારક ઉપવાસ કરવાનું છે.
આ વાત રઈઆએ તેજ વખતે પિતાના સ્વામી આગળ કરી.
તેણે પણ કહ્યું કે, આ ધૂર્તરાજ બરોબર માયાવિપણું જાણે છે. ભલે માયાવી હોય અથવા નિમયી હોય, પરંતુ જ્યાં સુધી આ રાજા બંદીખાનામાં રહે ત્યાં સુધી મારૂં આ પર્યુષણ પર્વ ધર્મયુક્ત ગણાય નહીં, એમ જાણી ઉદાયનરાજાએ પ્રદ્યોતરાજાને બંદીખાનેથી મુક્ત કર્યો.
ત્યારપછી તેને સારી રીતે ખમાવીને તેના ભાલથલમાં કરેલા ચિન્હને ગોપવવા માટે પટ્ટો બંધાવ્યા. “અહો ! સપુરુષને વિવેક કેઈ અપૂર્વ હોય છે.”
ત્યારથી આરંભીને રાજાઓના મસ્તકે પટ્ટાબંધન થયું. વળી તેની પહેલાંના રાજાઓ મસ્તકે આભૂષણરૂપ મુકુટો ધારણ કરતા હતા.
વર્ષાઋતુ વ્યતીત થવાથી ઉદાયનરાજાએ ચંડપ્રદ્યોતને સમૃદ્ધિ આપી પિતાના સ્થાનમાં વિદાય કર્યો. તેમજ તે દશપુરનગર ધનાઢયલેકે વડે પૃથ્વી પર બહુ પ્રસિદ્ધ થયું, કારણ કે, “મોટા પુરુષોએ નિર્માણ કરેલું સ્થાન મેટું ગણાય છે.” ઉદાયન પશ્ચાત્તાપ
લક્ષમી વિના જેમ નિર્ધન તેમ શ્રીજિનેંદ્રિભગવાનની મૂતિવિના ઉદાયનરાજા પોતાના હૃદયમાં બહુ દુઃખી થયો. અને વિચાર કરવા લાગ્યો