________________
૨૭૮
કુમારપાળ ચરિત્ર
-
AM
સમગ્ર જગત્ છને જીવાડતા મહાપુરુષની જેમ વર્ષાકાલ પ્રાપ્ત થયે. દરેક ઋતુઓમાં વર્ષાઋતુ શ્રેષ્ઠ ગણાય છે. एते घटीप्रहरऋक्षरवीन्दुचारैः,
सर्वेऽपि यद्यपि समा ऋतवः स्फुरन्ति । भूयास्तथाऽपि महिमाऽस्य घनागमस्य,
येनोच्छ्वसन्त्यखिलविष्टपजीवितानि ॥१॥ ઘડી, પ્રહર, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્રની ગતિવડે છે કે સર્વે તુઓ સરખી હોય છે, તે પણ આ વર્ષારૂતુને મહિમા ઘણો મોટો છે. કારણ કે, સમસ્ત પ્રાણીઓ એના વિના જીવી શકતાં નથી.”
પિતાના વરી ગ્રીષ્મરૂતુને હણવા માટે તરવારને નચાવતે હોય, તેમ વારંવાર તેજસ્વી વીજળીને વિસ્તાર તો મેઘ શોભવા લાગ્યો.
તે સમયે મેઘમાલા અને વિરહિણી સ્ત્રીએ પણ ઈષ્યથી જેમ જલ અને આંસુઓ વડે ભૂતલ અને વક્ષસ્થલને સિંચવા લાગી. .
ત્યારપછી ચારે તરફ જલથી ભરાઈ ગયેલી પૃથ્વીને જોઈ ત્યાં જ કોઈ ઠેકાણે સેનાને પડાવ કરી ઉદાયનરાજાએ નિવાસ કર્યો.
જલને રોકવા માટે ધૂળના કિલ્લા કરી દેશે રાજાએ ત્યાં રહ્યા. તેથી તે સ્થાન દશપુર–મંદસોર એવા નામથી પ્રસિદ્ધ થયું.
ઉદાયન રાજાએ ભેજનાદિકવડે પ્રદ્યોતને સારી રીતે પ્રસન્ન કર્યો. ખરેખર સપુરુષે શત્રુને પણ કઈ દિવસ સત્કાર કર્યા વિના રહેતા નથી.” વાર્ષિક પર્વ
પર્યુષણ પર્વને સમય જાણ પ્રભાવતી દેવ ત્યાં આવ્યો અને ઉદાયનરાજાને પ્રતિબંધ કર્યો, જેથી તે રાજાએ બહુ શ્રદ્ધાવડે તે દિવસે ઉપવાસ કર્યો.
ત્યારે રસેઈઆએ ચંડપ્રદ્યોતરાજાને પૂછયું. આજે આપને શું જમવાનું છે? એમ સૂપકારનું વચન સાંભળી ચંડપ્રદ્યોતનું હૃદય ભયાક્રાંત થઈ ગયું. અને તે પણ વિચારમાં પડયે.