________________
યુદ્ધપ્રયાણ
૨૭૫
હતા, તેને તે મૂર્તિ પૂજન કરવા માટે તેમણે આપી દીધી. તે વણિકના ઘેર રહેલી તે શ્રીજિનેંદ્રભગવાનની મૂર્તિ ઘણા કાલે મિથ્યાદષ્ટિ ગુપ્ત રીતે પૂજશે.
તેમજ તે મૂતિ'નુ' પ્રતિબિંબ બહાર સ્થાપન કરી તે મૂખ લેાકેા ભાયલસ્વામી વણિકને આદિત્ય એવા નામથી ખેલાવશે. તેમજ લેાકેાપણ તેનુ કહેલું વચન સત્ય માની તે પ્રતિમાની પૂજા કરશે. અહા ! ધૂતને કર્યો. કયા દ ભ વિકાસ પામતા નથી ?
પ્રયાણ
વીતભયનગરીના અધિપતિ ઉદ્યાયનરાજા સ્નાનાદિ ક્રિયા કરી પ્રભાતકાલમાં પૂજા કરવા માટે દેવાલયમાં ગયા.
પ્રતિમાનાં કઠમાં મ્યાન થઈ ગયેલી પુષ્પમાલા જોઈ રાજા પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા.
આ દેવ મૂર્તિ પ્રથમ હતી તે નથી, કોઈપણ નવીન દેખાય છે, કારણ કે; તે પ્રતિમાનાં પુષ્પ પ્રતિક્ષણે નવીન હેાય તેમ કેાઈ સમયે શ્લાન થતાં ન હેાતાં અને તેનું પૂજન કરનારી તે દાસી પણ અહિયાં નથી. તેમજ હાલમાં “ મહાવતા કહેતા હતા કે; આપણા હાથી મદ રહિત થઈ ગયા છે.” એમ સાંભળવામાં આવ્યું છે. માટે જરૂર અહી અનિલવેગ ગંધહસ્તી આવ્યેા હશે.
અનિલવેગ હાથી પર બેસી ચંડપ્રદ્યોત રાજા અહી' આવી રાત્રીએ ઘરમાંથી પ્રતિમા તથા મુખ્ટકાને પણ હરી ગયા, એમાં સંશય નથી, કાન્તિકેયની માફક કાપવડે દુપ્રેક્ષ્ય ઉદાયન રાજાએ પ્રદ્યોતની સાથે યુદ્ધ કરવા માટે સૈન્ય સહિત પ્રયાણ કર્યું.
તેમજ તેની સાથે પવતમાંથી નીકળતી નદીએવડે સંપૂર્ણ ગંગાના પ્રવાહી જેમ સમુદ્ર પ્રત્યે તેમ મુકુટધારી દશ રાજાએ એ સેના સહિત પ્રયાણ કર્યું. તેના સૈનિકે ચાલતા ચાલતા અનુક્રમે અરણ્ય ભૂમિમાં જઈ પડયા.
ત્યાં જળનુ બિંદુ પણ મળે નહીં, જળની ભ્રાંતિ વડે મૃગલાઆની માફક તેએ આમતેમ દોડવા લાગ્યા. ચારે તરફે ફરતાં તેમનાં