________________
ચૈત્યારંભ
૨૪૭ તે એક રૂપી આનાં પુષ્પ–વડે ભાવથી શ્રી આદિનાથ ભગવાનની જે પૂજા કરી, તેથી હું તારી ઉપર પ્રસન્ન થયે. તારી સ્ત્રીને મિષ્ટ ભાષા બોલતી મેં કરી, તેમજ આ નિધિ પણ મેં જ આપે છે. માટે તારી ઈચ્છા પ્રમાણે આ દ્રવ્ય તું ભગવ.
એમ કહી કપર્દીયક્ષ અદશ્ય થઈ ગયે.
ભીમવણિક પણ સવારમાં ઉઠ અને યક્ષે કહેલું રાત્રી વૃત્તાંત મંત્રીને નિવેદન કર્યું. પછી સ્વર્ણ અને રત્નમય પુપિવડે શ્રી આદિનાથભગવાનની તેણે પૂજા કરી.
ત્યારબાદ પોતાને નિધિ લઈ મહેશ્ય-શ્રેષ્ઠિની માફક તે પિતાના ઘેર ગયે અને પ્રમુદિત થઈ પુણ્ય ધર્મ કરવા લાગે. કારણ કે પિોતાના હિત કાર્યમાં કેણ ઉદ્યમ ન કરે ? ઐત્યારંભ
કાઈનું ચૈત્ય ત્યાંથી દૂર કરી માંગલિક દિવસે અગાધ બુદ્ધિમાન મંત્રીએ પાષાણમય ચૈત્ય કરવાને પ્રારંભ કરાવ્યો.
ખાતની જગાએ સુવર્ણની વાસ્તુમૂર્તિ વિધિપૂર્વક સ્થાપન કરીને મૂળનાયક કરવાના હતા, ત્યાં નીચે કૂર્મના આકાર સરખી એક શિલા સારી મજબુતાઈથી સૂત્રધારોએ સ્થાપના કરી. અનુક્રમે પ્રાસાદનું કામ ચાલતુ થયું.
વાસ્તુવિદ્યામાં કહેલી યુક્તિ પ્રમાણે જ સ્થિર દેવતાઓનું સ્થાપના કરતા શિલ્પીઓ ઉત્સાહપૂર્વક બહુ ઉત્કૃષ્ટ પ્રાસાદનું કામ કરવા લાગ્યા.
હિંમેશાં નવીન નવીન હાર અને વસ્ત્રાદિક વડે સંતુષ્ટ કરેલા શિલ્પીઓ જાણે પલંગમાં બેઠા હોય તેમ બીલકુલ થાકતા નહોતા.
તે ચૈત્યની ચિંતાવડે વાગભટ મંત્રી રાત્રી અને દિવસે પણ સુતે નાતે. તેવા શુભકાર્યને પ્રારંભ કરી નિદ્રાલ કેશું થાય ?
દિવસે દિવસે તે પ્રાસાદ જેમ જેમ ઉંચે જાય છે, તેમ તેમ મંત્રીને પુયરાશિ પણ બહુ સ્થિર થાય છે.
જગની દષ્ટિને શાંતિ આપનાર તે ચૈત્ય શ્રી શત્રુંજયગિરિને મુકુટ હોય તેમ બે વર્ષે સંપૂર્ણ થયું. જેથી અમેદવડે મંત્રીનું