________________
૨૪૫
ભીમસત્કાર
સર્વથા ન જ થયા.
મંત્રીએ કહ્યું. એને સમે ભાગ પણ તમે આપો નથી. કારણ કે, આ ભીમવણિકે પિતાની સઘળી મુડી આપી છે. એ પ્રમાણે મંત્રીની વાણી સાંભળી લજજાને લીધે શ્રેષ્ઠીઓ નીચે મુખે જોઈ રહ્યા. ત્યારબાદ ભીમવણિક સારી સ્તુતિથી પિતાને ધન્ય માનતો હતો. ભીમસત્કાર
ત્યારપછી મંત્રીએ પાંચસો સેનૈયા અને નવીન ત્રણ ઉત્તમ વસ્ત્ર બહુ માનપૂર્વક ભીમવણિકને આપવા માંડયાં, ત્યારે ભીમવણિક બોલ્ય.
આટલા ધનવડે હું મેટા પુણ્યને નાશ કરીશ નહીં. કુટેલી કોડી માટે કટિધન કયે બુદ્ધિમાન ગુમાવે ?
ત્યાર પછી મંત્રધર આજ્ઞા લઈ ભીમવણિક પિતાને ઘેર ગયે. પરંતુ સર્વ ધન અર્પણ કરવાથી પિશાચિની સમાન પિતાની પત્નીની ભીતિ તેના મનમાં બહુ હતી.
પરંતુ આજે તો જાણે સોનાને દિવસે જાણે હાયને શું ? તેમ તેની પત્નીએ પણ બહુ નિષ્પ વાવડે ભીમને પ્રસન્ન કર્યો.
ભીમ મનમાં વિચાર કરવા લાગ્યો. અહો ! આ પણ એક આશ્ચર્ય આજે આ સ્ત્રીના મુખમાંથી પ્રિય વચન નીકળ્યાં.
જેમ વિષમાં અમૃત અને અગ્નિમાં કમલ હોય નહીં, તેમ આ સ્ત્રીના મુખમાં કઈ દિવસ લેકને આનંદ આપનાર વચન નહોતું.
જો કે આ મારી પત્ની રાક્ષસી સમાન ઉગ્ર સ્વભાવવાળી થઈ હતી, તે સુંદર સ્વભાવવાળી થઈ. તેથી હું આજને સમગ્ર દિવસ ધન્ય માનું છું. - ત્યારબાદ ભીમે દ્રવ્ય વ્યયાદિકનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સ્ત્રી પણ બહુ ખુશ થઈને બોલી.
હે સ્વામિ ! તમાએ આ કામ બહુ સારૂ કર્યું. સર્વ લેકેનું ધન પિતાના ઘર કાર્યમાં જ વપરાય છે, પરંતુ ચૈત્યાદિક ધર્મકાર્યમાં તે કઈક ભાગ્યશાળીનું જ વપરાય છે. તેમજ આપે મંત્રી પાસેથી