________________
૨૬૨
કુમારપાળ ચરિત્ર ઉદાયનરાજા
શ્રીમાન હેમચંદ્રસૂરિ શ્રી વીરભગવાનના ચરિત્રની વ્યાખ્યા કરતા, તે પ્રસંગે દેવાધિદેવની પ્રતિમાનું વૃત્તાંત શ્રી કુમારપાલભૂપાલ પ્રત્યે કહેવા લાગ્યા.
શ્રી મહાવીરભગવાન પ્રથમ રાજગૃહનગરમાં સમવસર્યાં. જંગમ તીર્થની માફક તેમને જોઈ લોકે બહુ આનંદમય થયા.
તે રાજગૃહનગરમાં શ્રેણિક રાજાને પુત્ર અભયના મહામંત્રી હતો. તેણે પ્રભુને વંદન કરી પૂછયું.
હે ભગવન્ ! અંતિમ છેવટને રાજર્ષિ કેણુ થશે? પ્રભુએ કહ્યું. ઉદાયનરાજા થશે. ફરીથી મંત્રીએ પૂછયું. તે કેણુ અને કેવી રીતે થશે ?
ત્યારબાદ શ્રી વીરભગવાને તેનું ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો. વીતભયનગર
સિંધુ સૌવીર દેશના મધ્યભાગમાં વીતય નામે ઉત્તમનગર છે. કેઈપણ પ્રકારને ભય નહી હોવાથી જેનું નામ યથાર્થ રીતે શોભે છે.
रात्रौ यत्र जिनेद्रमन्दिरशिरः कल्याणकुभावली,
दिक्शाखाविततस्य नीलिमगुणाऽऽविद्तपत्रस्थितेः । हर्षस्फारकतारकव्यतिकरसोंधत्प्रसूनधूते___ोमद्रोः परिपाकपिरुलफलप्रागल्भ्यमम्यस्यति ॥ १ ॥
જે નગરની અંદર રાત્રીએ શ્રીનિંદ્રભગવાનના મંદિરના શિખરેપર રહેલી સુવર્ણ કલેશની શ્રેણી,
દિશાઓ રૂપી શાખાઓથી વિસ્તાર છે જેને, નીલ ગુણરૂપી પ્રગટ છે પત્ર સ્થિતિ જેની અને આનંદકારક તારાઓના સમૂહરૂપ વિકસવર પુછપની કાંતિ છે જેની
એવા આકાશરૂપ વૃક્ષનાં પાકવાથી પીળાં ફની ઉન્નતિને ધારણ કરે છે.
તે વીતભયનગરમાં ઉદાયન નામે રાજા હતા. જે રાજા ઉદયનવત્સરાજથી આકૃતિ વડે જ નહીં પરંતુ તેજથી પણ અધિક હતે.