________________
૨૭૦
કુમારપાળ ચરિત્ર ત્યાં ગર્જના કરતા આવેલા પ્રભાવિક બ્રાહ્મણદિક કે દુષ્ટની માફક પાડા સમાન શ્યામ મુખવાલા થઈ ગયા.
રાજા ત્યાં સ્થિર થઈ ઉભે હતો. દિવસ પણ યૌવનવયને પ્રાપ્ત થયે. તે આશ્ચર્ય જેવાની ઈચ્છાવાળે હેય ને શું ? તેમ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવી ગયો. પ્રભાવતી રાણી
ભોજનને સમય વ્યતીત થઈ ગયે, એમ જાણી પ્રભાવતી રાણીએ રાજાને બોલાવવા માટે પ્રિયંવદા નામે પિતાની દાસીને મેકલી.
તે કૌતક જોવા માટે રાજાએ દાસીને આજ્ઞા કરી.
રાણીને જલદી અહીં બોલાવી લાવ. પ્રભાવતી પણ ત્યાં આવી. રાજાએ સર્વ હકીકત તેને કહી.
પ્રભાવતી બોલી. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ શ્રીદેવાધિદેવ નથી, પરંતુ જેમના ચરણમાં દેવ અને દેવેંદ્રના સમૂહ નમે છે, તે શ્રી જિનેંદ્રભગવાન જ દેવાધિદેવ હોય છે. | માટે જરૂર આ પેટીમાં પૂજવા લાયક અહંતુ ભગવાનની મૂર્તિ હશે. એ કારણથી જ શંકરાદિ દેવના મરણથી આ મૂર્તિ પોતે પ્રગટ થતી નથી. માટે હું આ જૈન મૂર્તિને પ્રગટ કરીશ.
એમ કહી પ્રભાવતીએ ચંદન પુષ્પાદિકવડે તે પેટીની પૂજા કરી અને સ્તુતિ કરતી ઉંચા સ્વરથી તે બોલી, | હે જગપતે ! સર્વ દેવામાં તમે મુખ્ય છે. ગ્રહોની અંદર સર્યથી શું બીજો કોઈ શ્રેષ્ઠ છે ખરો ? જે હું તમારા ધર્મમાં સલસાની માફક રાગવાળી હાઉં, તે આપ પ્રસન્ન થઈ નિધિની માફક મને દર્શન આપો.
પ્રભાવતીનાં વચનવડે સૂર્યના કિરણોથી કમલ જેમ તે પિટી ઉઘડી ગઈ.
વિકરવર પુષ્પમાલાથી વિભૂષિત અને દીવ્ય અલંકાર સહિત શ્રી જિનેંદ્રભગવાનની મૂર્તિ સમુદ્રમાંથી લક્ષમીની જેમ પ્રગટ થઈ