________________
ગાંધારશ્રાવક
૨૭૧ તે સમયે પ્રભાવતીથી જૈનમતની ઉન્નતિ થઈ. ચંદ્રની કાંતિથી કુમુદવન જેમ પ્રફુલ્લ થાય તેમ શ્રી જિનેંદ્રમતનું અપૂર્વ પ્રભાવરૂપ સૌરભ્ય જોઈ જૈનમતરૂપ કમલમાં કામરની માફક ઉદાયનરાજા બહુ રકત થયે.
ત્યારપછી તે પિતવણિકને પિતાના બંધુની જેમ ઉત્તમ પ્રકારે સત્કાર કરી ઉત્સવપૂર્વક પ્રભાવતી રાણું તે પ્રતિમાને પિતાને ઘેર લઈ ગઈ.
સાક્ષાત પરમાત્મા સમાન તે મૂર્તિને પિતાના હૃદયમાં માનતી પ્રભાવતી અંતઃપુરની અંદર તેને સ્થાપન કરી બહુ આદરપૂર્વક પૂજા કરતી હતી.
તેમજ તે મૂર્તિની આગળ પિતાને પતિ ઉદાયનરાજા પિતે પ્રીતિ પૂર્વક સ્વર, ગ્રામ અને મૂચ્છનાદિવડે અતિ મહર વણા વગાડતે હતે.
મસ્તકાદિક ચેષ્ટાઓવડે સુંદર, ચાસઠ હસ્તલાલ સહિત, બત્રીશ અંગુલ્યાદિક અંગ વિક્ષેપથી રમણીય, નૃત્ય, ગીત અને વાજીંત્રોના સંસ્થાન, તાડન અને ધ વિશેષ એકસો આઠ કરણ સહિત અને ભક્તિ રસાદિથી સંપૂર્ણ તેમજ લાસ્ય અને તાંડવ એમ બંને ભેદથી વિભકત એવું નૃત્ય ભક્તિ રસમાં બહુ મગ્ન થયેલી પ્રભાવતી રાણી દેવીની માફક કરતી હતી.
એ પ્રમાણે તે પ્રતિમાની પૂજા, ધ્યાન અને નાટયાદિ ક્રિયાઓવડે પ્રભાવતીએ પિતાના ખજાનામાં પુણ્ય એકઠું કર્યું. કારણ કે, વિવેકનું ફલ એજ હેાય છે. " એક દિવસ પ્રભાવતી રાણ પ્રતિમા આગળ નૃત્ય કરતી હતી, તેવામાં ગાયન કરતે ઉદાયનરાજા મૂઢની માફક તાલ ચૂકી ગયે. તેથી રસનો ભંગ થઈ ગયો. એટલે પ્રભાવતીએ પિતાના પતિને કહ્યું.
હે સ્વામિ! નિદ્રાલની માફક આપને આટલી બેભાનતા કેમ આવી?
ઉદાયન છે. મારું બેભાનપણું નથી, પરંતુ હે પ્રિયે ! નૃત્ય કરતી તારું શરીર મસ્તક વિનાનું જોઈ હું શૂન્ય સરખો થઈ ગ.