________________
ઉદયનરાજા
૨૬૧
આ મહાત્માનું નામ પણ અમે કોઈ પણ દિવસે લઈએ તે તમે પ્રચંડ પ્રાણ દંડવડે અમારો દંડ કરજે.
શરીરના સ્તંભનવડે અમારા પ્રાણ પ્રયાણની તૈયારી કરતા હોય તેમ વ્યાકુલ થયા છે. માટે હે મહાશય! કૃપા કરી અમને સ્તંભનથી જલદી મુક્ત કરો.
ગણિ બેલ્યા. રે રે હતાશાઓ ! સ્તંભન માત્રથી તમને આટલી બધી પીડા થાય છે, તે પ્રાર્થનાશ થવાથી બીજાઓને કેટલી પીડા થતી હશે ?
પ્રાણનું રક્ષણ કરવું, તે મોટુ પુય છે. અને તેમનો વધ કરે તે મોટું પાપ કહ્યું છે. એમ શાસ્ત્રમાં કહેલું તત્વ પોતાના હૃદયમાં જાણી હવેથી અન્ય પણ કઈ પ્રાણીઓની કઈ દિવસ તમારે હિંસા કરવી નહીં.
તેમજ જૈન ધર્મમાં સ્થિર અને સર્વ લેકનું હિત કરનાર એવા મહાપુરુષોનું તે વિશેષે કરી રક્ષણ કરવું, એમ ઉપદેશ આપી ગણિએ સ્તભંનથી તેમને મુકત કરી.
પછી તે દેવીઓ શ્રી હેમચંદ્રપ્રભુના ચરણકમલમાં વંદન કરી પિતાના સ્થાનમાં ગઈ.
તેજ વખતે આમ્રભટમંત્રી સર્વ કલેશથી મુક્ત થઈ ગયે. જેના આવા મહાસમર્થ ગુરુ છે, તેને તેમાં શું આશ્ચર્ય ?
ત્યારબાદ શ્રી હેમચંદ્રસૂરિએ પણ પ્રભાતમાં હજાર રૂપીયાના ખરચથી આદ્મભટ પાસે દેવીઓને ઉત્તમ પ્રકારને ભેગ કરાવ્યો.
ત્યારપછી નવીન શૈત્યમાં પધરાવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીને વંદના કરી પગે ચાલતા સૂરીશ્વર પુન: પાટણમાં આવ્યા.
અકસ્માત આપે કયાં વિહાર કર્યો હતો ? એમ શ્રીકુમારપાલના પૂછવાથી આચભટનું વૃત્તાંત કહી સૂરિએ તેને અત્યંત વિસ્મિત કર્યો.
એ પ્રમાણે દાનાદિક કાવડે મનોવૃત્તિને સુવાસિત કરતે, અનેક પ્રકારનાં જૈન મંદિર બંધાવતે અને તે મૈત્ય બંધાવનારાઓને સહાય કરતે શ્રીકુમારપાલરાજા બહુ પુણ્યશાલી થયે.