________________
રાઁધવીદેવી
૨૫૯ જાલંધર આદિ અસુરે જેમના ચરણકમલની પૂજા કરે છે એવા શ્રી હેમચંદ્રસૂરિ પિતે ચાલીને તારી પાસે આવ્યા છે. માટે તું એમની સન્મુખ આવીને ભક્તની માફક આતિથ્ય સેવા કર. આવા લકત્તર પાત્રરૂપ ગુરુ મહારાજ મોટા પુણ્યવડે જ અતિથિ થાય છે.
એમ ગણિનું વચન સાંભળી ખૂબ હાસ્ય કરી મુખમાંથી જીભ બહાર કાઢીને બાલકની માફક દેવીએ તેમના સન્મુખ ખરાબ ચેષ્ટા કરી.
એમ વિકાર કરતી દેવીને જોઈ ગણિ બેલ્યા. રે ! દુરાશયે ! ગુરુની પણ તું અવજ્ઞા કરે છે તેમજ મારૂં બળ પણ તું જાણતી નથી ?
જે કે, દયાભાવથી મેં તને અત્યંત શાંત વચન કહ્યાં, ત્યારે તું દુષ્ટરૂપી પર્વતને ભેદવામાં વજ સમાન એવા મને પણ બીવરાવે છે. એ મોટું આશ્ચર્ય છે.
એ પ્રમાણે ક્રોધાતુર થયેલા ગણિએ દેવીને તિરસ્કાર કરી અકસ્માત્ ભાગી ગયેલા બ્રહ્માંડના પ્રચંડ ખાટકાર સરખા દારૂણ ત્રણ હુંકાર કર્યા. - તેમાં પહેલા હુંકારાથી દેવીને પ્રાસાદ મૂળથી ટોચ સુધી પ્રચંડ વટોળે હલાવેલા વૃક્ષની માફક કંપવા લાગ્યું.
બીજા હકારાથી તેની અંદર રહેલી સર્વ દેવીઓ ચેષ્ટા રહિત ચિત્રલિખિત હોય તેમ અત્યંત ભયભીત થઈ ગઈ.
તેમજ ત્રીજા હુંકારાથી સેંધવી દેવી ભય જવરથી જેમ પિતાના સ્થાનમાંથી વાયુની માફક ઉછળીને સૂરીશ્વરના ચરણકમલમાં પડી.
ત્યારપછી તેણીએ નમસ્કાર કરી કહ્યું. આપની સેવામાં હું હાજર છું. આપ આજ્ઞા કરે, હું શું કરું?
શ્રીમાન યશશ્ચંદ્રગણિ બોલ્યા. દેવીઓથી આમ્રભટને જલદી મુક્ત કરી મારા ગુરુની તું ભક્તિ કર.
દેવી બોલી. સુધાથી પીડાયેલા ગિની વર્ગે તીર્ણ કુહાર વૃક્ષની જેમ તેના હજારે ટુકડા કરેલા છે. તેને હું કેવી રીતે મૂકાવું