________________
_૨૫૮ ૨૫૮
કુમારપાળ ચરિત્ર સાથે લઈ ત્યાંથી નીકળ્યા. વિદ્યાધરની માફક આકાશમાગે તેઓ બંને જલદી ભૃગુપુરમાં આવ્યા.
આદ્મભટને જોઈ તેને દેવીને ઉપદ્રવ છે, એમ તેમના જાણ વામાં આવ્યું.
ત્યારપછી શ્રી યશશ્ચંદ્રગણિએ તેની માતાને કહ્યું. મધ્યરાત્રીના સમયે બલિ પુષ્પાદિ સહિત કે પુરુષને અમારી પાસે તારે મકલ તે વચન તેણુએ કબુલ કર્યું.
ગુરુમહારાજ પિતાના ઉપાશ્રયમાં ગયા. અર્ધ રાત્રી થઈ એટલે પદ્માવતીએ ગુરુએ કહેલી વસ્તુઓ સહિત એક પુરુષને તેમની પાસે મોકલ્યો.
તે પુરુષને સાથે લઈ ગણિ સહિત શ્રી હેમચંદ્રસૂરિ પિતાના સ્થાનમાંથી સર્વ દેવીઓની સ્વામિની સંધવી દેવીના મંદિર તરફ ચાલ્યા.
કિલ્લાની બહાર ગયા એટલે ચક ચક એવા ક્રર શબ્દ વડે વરાવતે ચકલાઓને સમુદાય તેમના જેવામાં આવ્યું.
આ ગિનીઓને ઉપદ્રવ છે, એમ જાણી ગુરુએ ગણિ પાસે તેમના મુખમાં બાકલા નંખાવ્યા.
પછી તેઓ ચેટકની માફક અદૃશ્ય થઈ ગયાં.
ત્યારબાદ ત્યાંથી આગળ જતા સૂરિએ અગ્નિસમાન પીળા મુખવાળું અને ખાવા માટે તૈયાર થયેલું કપિમંડલ જેયું.
તેને પણ કૃત્રિમ છે, એમ જાણી મૂર્તિમાન મંત્રાક્ષર સમાન અક્ષતવડે સૂરિએ પ્રહાર કર્યો એટલે તે પણ કયાંય નાશી ગયું.
ત્યાંથી પણ આગળ ચાલતા સૂરિએ રાઁધવી દેવીના મંદિરની નજીકમાં યમરાજાના કિંકર સમાન મહાક્રૂર બિલાડાઓને સમૂહ જે. તેને પણ લાલ પુષ્પના પ્રક્ષેપથી સૂરિએ દૂર કર્યો.
ત્યારપછી વિદ્યાનિધિ સમાન ગુરુમહારાજ પોતે દેવીના તેરણ આગળ ઉભા રહ્યા. હૃદયમાં સૂરિમંત્રનું ધ્યાન કરી સૂરિએ શ્રીયશશ્ચંદ્ર ગણુને આજ્ઞા કરી, એટલે તેમણે સેંધવી દેવીને કહ્યું.