________________
૨૬૪.
કુમારપાળ ચરિત્ર અનંગ–અંગરહિત છે એમ જે સંભળાતું હતું, તે વાત બેટી છે, કારણ કે, આ પ્રત્યક્ષ દેહધારી કામદેવ જ વિરાજે છે.
માત્ર સ્વરૂપના દર્શનવડે આ પુરુષને આપણે પતિ સ્વીકાર એમ વિચાર કરી તે બંને વ્યંતર દેવીઓ તરત જ તેની પાસે આકાશમાંથી ઊતરી પડી.
આ બંનેના શરીરમાં કઈ અદૂભુત લાવણ્ય રસ રે છે, કે જેને નેત્રે વડે અતિશય સ્વાદ લેવાય છે, તે પણ સર્વથા ક્ષીણ થતું નથી. એમ વિચાર કરી કુમારનંદીએ પૂછ્યું. તમે કયું છે? | દેવીઓ બેલી. હાસા અને પ્રહાસા નામે અમે દેવીએ છીએ. ભેગપ્રાર્થના
ભોગ માટે કુમારનંદીએ તેમની પ્રાર્થના કરી.
ફરીથી દેવીઓ બેલી. અમારી તારે ઈચ્છા હોય તો પંચશૈલ દ્વીપમાં તું આવજે. એમ કહી બંને દેવીઓ ત્યાંથી વિદાય થઈ.
ત્યારપછી કુમારનંદી કામાતુર થઈ નિર્ધન પુરુષ જેમ ધનને તેમ તેમની પ્રાપ્તિને ઉપાય બહુ ચિંતવવા લાગ્યા.
દીર્ઘ વિચાર કરી તેણે ચંપાનગરીના રાજાને ખૂબ સુવર્ણધન આપી પિતાને અભિપ્રાય પ્રગટ કરી રાજાની પરવાનગી મેળવી નગરીની અંદર પટલ વગડા.
જે મને પંચશૈલમાં લઈ જાય, તેને હું કેટી સોમૈયા આપું. એ પ્રમાણે પટકાષણ સાંભળી કઈ વૃદ્ધપુરુષે દ્રવ્યના લોભથી તે પટને સ્પર્શ કર્યો.
ત્યારપછી તેણે કુમારનદી પાસેથી તેટલા સેનૈયા લઈ પોતાના પુત્રાને આપ્યા. તેમજ પંચશૈલને માગ પ્રથમથી તેના જાણવામાં હતું, તેથી તેણે ત્યાં જવા માટે વહાણું તૈયાર કરાવ્યું.
વૃદ્ધની સાથે કુમારનંદી તૈયાર થયે. તેની સ્ત્રીઓ વિગેરેએ ઘણી ના પાડી તે પણ વહાણુમાં બેસી સમુદ્રમાગે તે ચાલતો થયો.
દૃષ્ટિ પ્રસાર સુધી ચારે તરફ કેવલ જલનું અવલોકન કરતે કુમારનંદી તે સમયે સમસ્ત જગતને જલમય જેવા લાગ્યા.