________________
૨૫૪
કુમારપાળ ચરિત્ર પાટણથી નીકળી સંઘસહિત ગુરુ અને શ્રી કુમારપાળભૂપતિ ભરૂચ નગરમાં આવ્યા.
સાક્ષાત્ પ્રભાવનાપિંડ હોયને શું ? તેવા મંત્રો વડે શાંતિ કાર્ય કરીને શ્રી હેમચંદ્રસૂરિએ કૂર્મના લાંછનથી વિભૂષિત શ્રી મુનિસુવ્રતજિદ્રની પ્રતિષ્ઠા કરી.
પછી શ્રીકુમારપાળના પ્રસાદથી મલ્લિકાર્જુન કેશ સંબંધી ઉત્તમ જાતિના સુવર્ણના બત્રીશ લઘુ ઘટના પ્રમાણુવાળ કલશ,
સુવર્ણમય દંડ અને કાંતિમય કૌશય વસ્ત્રને વિજય
એ સર્વની હેમચંદ્રગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવીને સંઘ તથા પાદિથી પરિવારિત આદ્મભટે પિતે ચૈત્ય ઉપર કલશાદિકને સ્થાપન કર્યો. તેમજ પુણ્યશાલીજનેના હૃદયમાં પોતાનું સ્થાપન કર્યો.
મૈત્યની ઉપર વાજીંત્રરૂપી વરસાદની ગર્જના થયે છતે અતિ હર્ષથી ઘેરાયેલો મયૂરની જેમ મંત્રી નૃત્ય કરવા લાગ્યું.
મૈત્ય ઉપર રહેલા અદ્મભટે દેવની માફક સુવર્ણ રત્નાદિકની અતિશય વૃષ્ટિ કરીને તેના દારિદ્રરૂપ સંતાપની શાંતિ ન કરી ?
પ્રથમ કાલમાં પણ લોકેએ જળમય વૃષ્ટિ જોઈ હતી અને તે સમયે તે દુકુલ, સુવર્ણ અને રત્નમયી વૃષ્ટિનો અનુભવ કર્યો.
કિંમત અને વજનમાં બહુ ભારે હોવાથી આમ્રભટે આપેલું દાન મજુરો પાસે જ્યારે યાચકોએ પિતાને ઘેર મોકલાવ્યું, ત્યારે દાનરૂપી યજ્ઞવડે પૂજન કરતા આદ્મભટને જોઈ બહુ ખુશી થયેલા મુખ્ય કવિઓ–દેવેએ સ્તુતિ કરી.
स्रष्टुर्विष्टप.पुणमयात् पाणेरपि त्वत्करे, ___ शक्तिः काऽप्यतिशायिनी विजयते यद्याचकानां जनौ । माले तेन निवेशितामतिदृढां दारिद्रवर्णावली,
दानिन्नाम्रभटैष भूरिविभवैनिर्माष्टि मूलादपि ॥ १॥ હે દાનિ ! આમૃભટ ! સૃષ્ટિ રચવામાં નિપુણ એવા બ્રહ્માના હાથથી પણ તારા હાથમાં કઈ અલૌકિક શક્તિ રહી છે. કારણ કે,