________________
આમ્રભરમંત્રી
૨૫૧ भूत्वा मृद्घटिताद् घटाद्यदि पुरा वातापिवैरी मुनिः,
सप्ताऽप्य बुनिधीन् किलैकचुलुनाऽपोशानकर्मण्यपात् । म त्रिंश्चैत्यमधि त्वया विनिहितात्कल्याणरूपात्ततः
सूतः पुण्यसुतः कथं तव भवांभोधि न पातैककम् ॥ १॥ પ્રથમ સમયમાં માટીના ઘડામાંથી ઉત્પન્ન થઈ અગસ્તિ મુનિ સાતે સમુદ્રોને અપાશન ક્રિયામાં એક અંજલિવડે પી ગયા.
તે હે મંત્રિન ! તેં ચૈત્ય ઉપર સ્થાપન કરેલા સુવર્ણમય કલશથી પ્રગટ થયેલ પુણ્યરૂપી પુત્ર તારા એક ભવસાગરનું પાન કેમ નહીં કરે ? એમ ગુરુને આશીર્વાદ થયા બાદ તેઓ તીર્થ પરથી નીચે ઉતર્યા.
ત્યાં તેની તળેટીમાં વાગભટે પિતાના નામથી નવીન નગર વસાવ્યું. તેમજ ત્યાં શ્રીત્રિભુવનપાલવિહાર નામે ભવ્ય મંદિર બંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનહર મૂર્તિ પધરાવી.
- નગરની ચારે બાજુએ એવીશ બગીચાઓ બનાવીને દેવપૂજન માટે ચાવીશ ગામ પણ આપ્યાં.
પછી વાગભટ મંત્રી સદ્દગુરુ અને સંઘ સહિત ત્યાંથી નીકળી પિતાના વતન પાટણમાં ગયા અને તે ધર્માત્માઓને અગ્રણી થયે. આભટમંત્રી
શ્રી કુમારપાલરાજાની અને તેને મંત્રી વાગૂભટની આજ્ઞાથી આમૃભટ ભૃગુકર છ-ભરૂચ નગરમાં ગયો. પિતાના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેમજ પિતાના કલ્યાણ માટે તેણે શ્રી મુનિસુવ્રત સ્વામીના નવીન ચૈત્યને પ્રારંભ કરાવ્યો.
ત્યાં લોકો તેને નીચેની ભૂમિ જતા હતા, તેવામાં તે ખાડામાં મુખ નેત્ર પુટની માફક એકદમ પિતાની મેળે મળી ગયું. તેથી રાક્ષસીની માફક તે ગર્તાએ ગળેલા ખેદ કામ કરતા લોકોને જઈ તેમનાં કુટુંબે અત્યંત વિલાપ કરવા લાગ્યાં.
આદ્મભટ પણ ત્યાં આવ્યું અને તે ભયંકર બનાવ જોઈ બહુ ચિંતાતુર થઈ ગયે.