________________
૧૪૬
કુમા૫ાળ ચરિત્ર તું પણ કઈ મહાન વીર પુરુષ દેખાય છે. તું મારા દેખતાં મારા પૂજારીને દેવની માફક નિર્ભયપણે પકડીને મથન કરે છે.
તાશ પરાક્રમવડે હું પ્રસન્ન થઈ છું. તારી ઈચ્છા પ્રમાણે તું વર માગ અને એને જીવતો છેડી દે. કારણકે, સંતપુરુષો અપને ઘાત કરતા નથી.
ભીમકુમાર બેલ્યો. દેવી ! જે એમ હોય તે તું જીવવધને ત્યાગ કર. લેક અને શાસ્ત્રથી વિરૂદ્ધ એ આ જીવ વધ કર તને ઉચિત નથી. | તારા સરખી ઉત્તમ દેવી પ્રાણઘાત કરે ખરી ? કારણકે, શીતલ ચંદ્રની કાંતિ તાપ વધારનારી હાય નહીં.
અત્યાર સુધી હું જાણતો હતો કેઆ પાખંડી પ્રાણી વધ કરે છે, પરંતુ પ્રાણિઓને ઘાત કરાવનારી તું પિતે જ અધિક વધ કરનારી છે.
તારા માટે પ્રાણિઓને વધ કરતા આ કાપાલિકને તું ના પાડે તે તે વધ કરે નહીં, કારણ કે, સેવક હવામીને સ્વાધીન હોય છે.
દેવને કવલાહાર નહીં હોવાથી માંસ તે તું ખાતી નથી, છતાં - માત્ર કીડાને લીધે નિરપરાધી પ્રાણીઓને શા માટે વધ કરાવે છે?
સામાન્ય જીવન વધ કરવાથી પણ મેટો અનર્થ થાય છે, તે ત્રણે લેકનું રક્ષણ કરવામાં સમર્થ એવા મહાપુરુષના વધનું તે.
વળી આ તારૂં દેવીપણું એ સાક્ષાત્ પુણ્યનું જ ફલ છે, એ તું જાણે છે, છતાં પણ હે દેવિ! આવું પાપ કરે છે, તે તારે કે વિવેક ગણાય?
માટે પાપરૂપ અંધકારને અમાસની રાત્રી સમાન પ્રાણી વધીને ત્યાગ કરી પુણ્યપ્રકાશના સૂર્યોદય સમાન દયાધર્મનું તું પાલન કર.
એ પ્રમાણે ભીમકુમારના ઉપદેશથી પ્રતિબોધ પામી દેવીએ તેનું વચન માન્ય કર્યું. પછી કાપાલિકને મુક્ત કરાવી તે પિતાનાં સ્થાનમાં ગઈ ભીમ અને મતિસાગર
દેવીના ગયા બાદ ભીમકુમારે વિનીત એવા પિતાના મિત્ર મતિસાગરને પૂછ્યું.