________________
૧૭૮
કુમારપાળ ચરિત્ર આ દેવીના પૂજારીઓ દેવી પૂજનના બહાનાથી પશુઓને વધ કરી પિતે જ ખાય છે. મહા ખેદની વાત છે કે, સ્વાર્થ માટે આ તેમની પ્રાર્થના છે.
માટે આપવાનાં બકરાં અને પાડાઓને દેવીના મઠમાં પુરાવે. પછી તેના દ્વારને તાળું વાસી દઈ પિતાના માણસે મૂકી તેને બંદ બસ્ત રખાવે.
એમ કરવાથી સર્વ પશુઓ રાત્રીએ જીવતાં જ રહેશે. પ્રભાતમાં તે પશુઓને વેચી તે દ્રવ્યવડે દેવતાઓને ભેગ કરાવવો.
પ્રાણુઓની માતા સમાન ઉદાર એવી ગુરુની વાણી સાંભળી રાજાએ તે પ્રમાણે સર્વ કાર્ય કરાવ્યું.
સવારમાં દ્વાર ઉઘાડીને અંદર જોયું તો ધરાએલાંની માફક અત્યંત કુદતાં પશુઓને જોઈ રાજર્ષિશ્રીકુમારપાલે પૂજારીઓને કહ્યું
રે રે દુષ્ટો ! મેં તમારૂં ચરિત્ર જાણ્યું કે તમે જ કસાઈઓની માફક નિર્દય થઈ આ પશુઓને ઘાત કરાવે છે.
જે દેવીઓને માંસનું પ્રયોજન હેત તે બલિદાનમાં આપેલા આ પશુઓને આ દેવીએ પોતે કેમ ન મારે ?
લેકમાં કહેવત છે કે, પોતે નષ્ટ થયેલા કેટલાક પુરુષે બીજાઓને પણ મારે છે, એ વાત પાપિષ્ટ એવા તમે એ જ સત્ય કરી.
રે અધમ ! પ્રથમ તમારાથી હું છેતરાયે. હવે હું તને જાણકાર થયું છું, માટે મને કેવી રીતે છેતરશે? કારણ કે, ચાર લેકે જાગતાને લુંટી શકતા નથી.
ત્યારબાદ તે સર્વ પશુઓને વેચી તેના દ્રવ્યથી તત્કાલ તેણે ગેત્ર દેવીઓને ભેગ કરાવે. દશમીના દિવસે ઉપવાસ કરી ભૂપતિ પિતાના સ્થાનમાં શ્રીનિંદ્ર ભગવાનનું સમરણ કરતે મુનીંદ્ર જેમ ધ્યાનમાં બેસી ગયે. રેશ્વરી દેવી
શ્રી કુમારપાલરાજા એકાગ્ર ચિત્તે ધ્યાન કરતું હતું, તેવામાં પિતાની કાંતિ વડે દીપસહિત હેય તેમ મંદિરને પ્રકાશિત કરતી અને હાથમાં