________________
૨૨૮
કુમારપાળ ચરિત્ર કર્મરજથી ખરડાયેલ આ આત્મા જ્યાં સુધી ભાવના રસ વડે વારંવાર પ્રક્ષાલન કરવામાં ન આવે, ત્યાં સુધી કેવી રીતે નિર્મલ થાય ?
એ પ્રમાણે પિતાના પૂજ્યગુરુને ઉપદેશ સાંભળી ઉદારમનવાળા વિક્રમ મુનિ ભાવનાવડે આત્માને ભાવતા છતા મુક્તિગૃહની એક નિસરણ સમાન ક્ષપકશ્રેણને પ્રાપ્ત ક્યા. પછી સર્વ કમેને ક્ષય કરી કેવળશ્રીને પ્રાપ્ત કરી તે વિક્રમ મુનિ મહા આનંદમય પરમધામને
પામ્યા,
પુનઃ શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા. હે કુમારપાલ નરેશ! દાનાદિક ચાર પ્રકારના ધર્મ ઉપર વિક્રમરાજાની આ કથા સાંભળી તું પણ મન, વચન અને કાયાવડે દાનાદિક ધર્મનું હંમેશાં સેવન કર.
ત્યારબાદ શ્રેષ્ઠબુદ્ધિમાન શ્રી કુમારપાલરાજા સત્પાત્રદાનાદિકમાં વિશેષ પ્રવૃત્ત થયે. ઉપદેશ શ્રવણ કરીને જે તે પ્રમાણે આચરવામાં ન આવે તે તે વૃથા થાય છે.
તેમજ તે શ્રી કુમારપાલ રાજા ચતુર્વિધ જૈનસંઘ, જૈનમંદિર, જૈનબિંબ અને જૈન આગમ સિદ્ધાન્ત, એ સાતે ક્ષેત્રમાં બીજની માફક પિતાનું દ્રવ્ય વાવતો હતે. મહાજન પ્રાર્થના
અન્યદા શ્રી કુમારપાળ રાજા સભામાં બેઠા હતા, તે સમયે કંઈક કરમાએલા મુખે મહાજન લેકે રાજસભામાં આવ્યા.
રાજાને નમસ્કાર કરી તેઓ પિતાને ઉચિત સ્થાને બેઠા.
અતિશય પરાજિત થયા હોય તેમ વિલક્ષણ સ્વભાવને પ્રાપ્ત થયેલા તેમને જોઈ રાજાનું હૃદય ચિંતાતુર થઈ ગયું અને બહુ આદરથી તે બે .
હે મહાજન લોકે ! તમને કેઈથી પણ શું તે કેઈ ઉપદ્રવ આવી પડે છે? શું ન્યાયને ભંગ થયે છે? જેથી તમે સાયંકાળના પદ્યની માફક કાંતિહીન થઈ ગયા છે.