________________
મહાજન પ્રાર્થના
૨૨૯ એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી હૃદયમાં આનંદ માનતા મહાજન લોકોએ રાજાને વિનંતિ કરી કહ્યું.
આપના રાજ્યમાં જે ઉપદ્રવ હોય તે સમુદ્રમાં ધૂળ કેમ ન હોય? તેમજ અમે કઈ દિવસ સ્વપ્નમાં પણ જેને અનુભવ કર્યો નથી, તે અન્યાય તે હોય જ કયાંથી.
વળી હે સ્વામિ! કદાચિત સૂર્ય મંડળમાં અંધકારને સંભવ હોઈ શકે, પરંતુ આપના ઉદયમાં કંઈ પણ અઘટતું બને નહીં.
પરંતુ વૈભવમાં ઈંદ્રસમાન કુબેરછી દેશાંતરથી સમુદ્રમાર્ગે અહીં આવતો હતો. તેવામાં તેના દુર્ભાગ્યને લીધે વહાણ ભાગી ગયું. જેથી તે મરી ગયે,
નિપુત્ર હોવાથી તેને પરિવાર બહું આક્રંદ કરે છે, તે તેનું ધન આપ સ્વાધીન કરાવે. જેથી અમે તેની ઔર્વદેહિક અગ્નિદાહાદિક ક્રિયા કરીએ.
એનું ધન કેટલું છે? એમ રાજાના પૂછવાથી તેઓએ કહ્યું, ધન બહુ પુષ્કળ છે.
ત્યારપછી કૌતુકને લીધે શ્રીમાન કુમારપાળભૂપાલ તેમની સાથે તેના ઘેર ગયે. ત્યાં શેકાતુર થયેલું કુબેરનું કુટુંબ જોઈ વૈરાગ્યનાં વચને વડે રાજાએ બેધ કર્યો.
શ્વાસ એ મનુષ્યોનું જીવન છે. તે શ્વાસ વાયુસ્વભાવ હોવાથી બહુ ચંચળ છે. તે પણ નિરંતર નિર્ગમન અને પ્રવેશ કરે તે જ રહે છે,
હવે તે શ્વાસ જ્યારે દેવગે નીકળીને ફરીથી પાછે પ્રવેશ કરેતે નથી ત્યારે જ પ્રાણીઓનું મૃત્યુ થાય છે. તે મૃત્યુ કયાં દૂર રહેલું છે ? નવ દ્વારથી રચેલા આ શરીરમાં સારી રીતે ચાલતે પણ શ્વાસવાય કેટલાક સમય સુધી રહે છે, તે પણ શું આશ્ચર્ય નથી?
પવન પાકેલા જેમ પાંદડાને તેમ કેલેરા, વિષ, શૂળ, શસ્ત્ર, અગ્નિ અને જલાદિક ઉપદ્રવો ક્ષણ માત્રમાં જીવિતને હરણ કરે છે.