________________
૨૩૬
કુમારપાળ ચરિત્ર પવિત્ર તીર્થાદિકમાં જે લક્ષમીને નિવેશ કરી અધિકારીઓ કૃતાર્થ થતા નથી, તે તેવી રાજાઓના પાપ વ્યાપારથી પ્રગટ થયેલી લહમીવડે પણ શું ?
જો આ લક્ષમીએ મને આવા ઉચ્ચ સ્થાને પહોંચાડે છે, તે મારે પણ એને આ તીર્થમાં વાપરી ઉચ્ચ સ્થાનમાં ભેજવી, એ જ ગ્ય છે.
રાજાનું કાર્ય કરી જ્યાં સુધી હું આ તીર્થને ઉદ્ધાર ન કરું, ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત અને એક ભક્ત આદિક અભિગ્રહ મારે
પાળવા.
સમરસ રાણે
શ્રીઉદયનમંત્રી વિમળાચલની યાત્રા કરી ત્યાંથી નીચે ઉતર્યો. રીન્ય માહિતી તેણે જલદી પ્રયાણ કર્યું. કારણકે ઉત્તમ સેવકો પોતાના સ્વામીની આજ્ઞામાં મંદ થતા નથી.
ત્યાંથી આગળ ચાલતા તેઓ અનુક્રમે શત્રુના નગરની નજીક ગયા. અને મંત્રીએ પોતાને દૂત મોકલી સમરસરાણાને ખબર આપી.
અમારા રાજાની આજ્ઞા તું માન અને જે બલવાન હોય તે અમારી સાથે યુદ્ધ કર.
એ પ્રમાણે દૂતની વાણી વડે રાણે એકદમ ક્રોધાયમાન થઈ ગયો અને નિદ્રામાંથી જગાડેલા સિંહની માફક તે સમરસરી યુદ્ધમાં શ્રીઉદયનના સામો થઈ ગયે.
યુદ્ધમાં ઉત્સાહ ધરાવતા રાજવંશી ક્ષત્રિયે વડે પ્રભાવિક તે શત્રુ દપદિક સહચરે વડે મૂર્તિમાન વીરરસની માફક દીપતે હતે.
આદ્ય રને પ્રગટ કરતા યથાયોગ્ય કાર્યને સ્વીકાર કરતા અને અત્યંત ઉત્સાહને પ્રગટ કરતા સુભટોએ યુદ્ધને પ્રારંભ કર્યો.
સમસ્ત શત્રુઓને પિષવાના ધ્યાનમાં લાગેલા મનવડે પિતાના શરીરે લાગતા શસ્ત્ર ઘાતને પણ સુભટો જાણતા નહતા.
ભયને લીધે જેઓ યુદ્ધ કરવા પ્રથમ ડરતા હતા, તેઓ પણ પિતાના સુભટોને હણાયેલા જોઈ બહુ પરાક્રમ બતાવવા લાગ્યા.