________________
તીર્થોદ્ધાર
૨૪૧. રાજા તેના મહેલમાં ગયો અને તેના પરિવારને આદરપૂર્વક તેણે બહુ આશ્વાસન આપ્યું. પછી તેણે મહામાત્યના સ્થાનમાં વા ભટને સ્થાપન કર્યો. તીર્થોદ્ધાર
માંડલિક રાજાએ વાગભટ અને આમ્રભરની પાસે આવ્યા અને તેમણે શ્રીઉદયનમંત્રીએ કરેલી તીર્થોદ્ધારની પ્રતિજ્ઞા બંને ભાઈઓની સમક્ષમાં નિવેદન કરી કહ્યું.
જો તમે પિતૃભક્તિમાં ધર્મતત્વ જાણતા હો તે તેમના અભિગ્રહ ધારણ કરી તીર્થને ઉદ્ધાર કરે. જેઓ અણુથી પિતાને મુક્ત કરે છે, તે પુત્રે જ સ્તુત્ય ગણાય છે, માટે તમે બંને જણ દેવત્રણથી પિતાને મુક્ત કરે.
સવિતા–પિતા=સૂર્ય અસ્ત થયે છતે કંઈ પણ તેના સ્થાનનો ઉદ્ધાર કરતા નથી, તે પુત્ર શનિની માફક લેકમાં નિંદ્ય ગણાય છે.
સુધા સમાન તે વાણીને સાંભળી મંત્રી પુત્ર બહુ ખુશ થયા. અને એક એક તીર્થને ઉદ્ધાર કરવા માટે પિતાના નિયમો તેમણે ગ્રહણ કર્યા. પછી ઉદ્ધારને માટે વાગભટે રાજાને વિનંતિ કરી.
ભૂપતિએ કહ્યું. તે બુદ્ધિનધાન ! સર્વ જનને હિતકર એવા આ કાર્યમાં મને પુછવાનું હોય ખરું?
શત્રુંજય મહાતીર્થ છે. ત્રિજગત્ પ્રભુના મૈત્યને ઉદ્ધાર કરવાનો છે અને ઉદ્ધાર કરનાર તું છે. એવું બીજું કયું કાર્ય છે? જેથી એની અનુમતિ આપવામાં ન આવે.
એ પ્રમાણે રાજા વડે બહુ સત્કાર કરાયેલ અને ગુરુના આશીર્વાદથી ઉત્સાહિત થયેલે વાગભટ રાજાની માફક મોટી સમૃદ્ધિ સાથે તીર્થ પ્રત્યે ચાલ્યો.
જલદી પ્રયાણ કરતા વાળુભટ શત્રુંજય તીર્થ પર ગયો. શ્રી આદિનાથ ભગવાનના દર્શન કરી તંબુ નાખી ત્યાં રૌન્ય સહિત રહ્યો.
અનેક હોંશીયાર સૂત્રધાર શિપિઓને એકઠા કર્યા, કે વિશ્વકમ પણ જેમની પાસે વિજ્ઞાનકળા શિખવાની ઈચ્છા કરે છે.
ભાગ-૨ ૧૬