________________
ગુરુવંદન
૨૩૧
કરવાથી જે દુઃખ થાય છે, તેવું દુખ પિતાના પતિના મરણથી પણ થતું નથી, એ વાત સ્પષ્ટ છે.
જે પુત્ર હોય તે દ્રવ્યને અધિકારી તે થાય છે, તે રૂદન કરતી સ્ત્રીઓનું ધન ગ્રહણ કરતા રાજાએ તેમના પુત્ર કેમ ન કહેવાય?
વળી પિતાને પતિ મરવાથી તે સ્ત્રીઓ પ્રથમ પણ પ્રાચે મરેલી હેય છે, તે એમની પાસેથી જે દ્રવ્ય લેવું, તે તે ખરેખર મરેલાને મારવા જેવું છે. | માટે આ કુબેરના વૈભવવડે તેને પરિવાર સુખેથી જીવો, એમ કહી શ્રી કુમારપાળરાજાએ તેના પરિવારને સર્વ ધન આપી દીધું.
વિવેકથી ઉલ્લસિત છે ચિત્ત જેનું એવા શ્રીકુમારપાળે ત્યાં જ પોતાના સેવકેવડે પિતાનું પંચકુળ બોલાવીને મહાજનની રૂબરૂમાં પુછયું.
બોલે ! દરેક વર્ષે પુત્ર વિનાની રૂદન કરતી સ્ત્રીઓનું ધન કેટલું ઉત્પન્ન થાય છે?
પંચાયતીલાએ પણ લેખ વાંચીને કહ્યું, હે રાજન! તેરલાખ રૂપીયા ઉત્પન્ન થાય છે.
પછી ભૂપતિએ તેમના હાથમાંથી પત્ર લઈ જીર્ણપત્રની માફક તે ચીરી નાખ્યું અને હુકમ કર્યો કે, હવેથી એ અપુત્રક રૂદતીનું ધન આપણે લેવું નહીં. ગુરુવંદન
ત્યારબાદ સર્વલેકે અને નિવા-વિધવા સ્ત્રીઓ તરફથી બહુ આશીર્વાદ મેળવતા શ્રી કુમારપાલનરેંદ્ર ગુરુ પાસે ગયા અને વંદન કર્યું.
રાજાએ કરેલું તે અદ્ભુતકાર્ય અનેક લોકોના મુખથી જાણીને મનમાં ચમત્કાર પામેલા શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા.
નિલેભ એવા મહાત્માઓ પણ દ્રવ્યને જોઈ તત્કાલ લાભ પામે છે, તે હે દેવ! આ પ્રમાણે તૃણની માફક વિશાલ દ્રવ્ય ત્યાગ તારા વિના બીજે કેણ કરી શકે !