________________
૨૩૩.
રાજકૃતજ્ઞતા
તેમજ નામાદિકને પણ નહી જાણતી જે દેવશ્રીએ માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યા રાજાને કરંભક જમાડી તેની સુધા દૂર કરી હતી. તેના પુણ્યની વૃદ્ધિ માટે અને વાર્થની સિદ્ધિ માટે કૃતજ્ઞતાને લીધે ભૂપતિએ કરંભવસતિનામે વિશાળ પ્રાસાદ કરાવ્યું.
એક દિવસ રાજર્ષિકુમારપાળ વાગભટે બંધાવેલા મૈત્યમાં શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવા માટે અને પાપને તિરસ્કાર કરવા માટે
ત્યાં નેપાલદેશના રાજાએ મોકલેલું, પ્રમાણમાં એકવિશ અંગુલ, પ્રાચીન પુરુષોએ કહેલું, ચંદ્રકાંત મણિમય અને દર્શન માત્રથી બાહ્ય તથા અત્યંતર તાપનાશક બહુ અભુત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ આવ્યું હતું. ચંદ્રબિંબ સમાન તે બિંબને વારંવાર જોતાં રાજાનાં નેત્ર કુમુદના માફક પ્રફુલ્લ થઈ ગયાં.
ત્યારપછી તે મૂતિ પોતાના હાથમાં લઈ શ્રીકુમારપાલભૂપતિએ વાગભટને કહ્યું. મને આ ચૈત્ય આપે, જેથી આ મૂર્તિને હું પધરાવું.
બહુ ખુશી થઈ વાગભટ પણ બોલ્યો. મારી ઉપર મોટી મહેરબાની. આજથી આ ચૈત્ય શ્રીકુમારવિહાર નામે પ્રસિદ્ધ થાઓ.
ત્યાર પછી ભૂપતિએ હોંશીયાર ઝવેરીઓને બેલાવી તેમની પાસે પિતાના ચિત્તની માફક તે બિંબને ઉજ્વળ કરાવી તે ચૈત્યની અંદર તેની પ્રતિષ્ઠા કરી.
વળી તે ચત્યને ચાલની સમાન સર્વ બાજુએ જાળી હોવાથી તે બિંબની ઉપર સંપૂર્ણ ચંદ્રકિરણે પડે છે. તેથી ચંદ્રબિંબની માફક તે બિંબમાંથી સમરત આધિ વ્યાધિને શાંત કરનાર સુધારસ અતિશય કરે છે.
દિવ્યઔષધ સમાન તે સુધારવડે સર્વ ચક્ષુના દેલ તથા અનેક પ્રકારના પ્રાણીઓના સંતાપ તત્કાલ શાંત થાય છે.
તેમજ પ્રથમ અરાજને પરાજય કર્યો, ત્યારે ચૈત્ય બંધા