________________
૨૩૦
કુમારપાળ ચરિત્ર અન્ય માર્ગે ગયેલા મુસાફર પ્રાણીઓ જ્યારે ત્યારે પાછા આવે છે, પરંતુ કાળધર્મના માર્ગે ગયેલા માણસે કલ્પાંતમાં પણ ફરીથી પાછા આવતા નથી.
આ પ્રમાણે સર્વકુટુંબને આશ્વાસન આપ્યું.
કુબેર શ્રેષ્ઠીને ત્યાં કરેડા સુવર્ણક, લાખે રૂપીઆ, હજારે મણિરત્ન, અગણ્ય ગાય, ઘોડા અને ઉંટ, કેટલાક હાથી, અનેક દાસ અને અનેક વણિકપુત્ર ગુમાસ્તાઓ
તેમજ ધાન્યના ઢગલાઓ, વસ્ત્ર, દુકૂળ અને ચંદનાદિકના ઢગે ઢગ, તથા ઘર, દુકાને, વહાણ અને સેંકડો રથાદિકને જે ઈશ્રીકુમારપાળ રાજા વિસ્મય પામ્યા અને તેણે કહ્યું.
ખરેખર આ કુબેર શ્રેષ્ઠી કુબેરદેવને અવતાર છે, અન્યથા આટલી લમી એને કયાંથી હોય?
હે રાજન ! આ સર્વ સમૃદ્ધિ આપ પોતાને સ્વાધીન કરે, એમ વણિકના કહેવાથી શ્રીમાન કુમારપાલભૂપાલનું મુખકમળ કંઈક કરમાઈ ગયું અને તે પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા.
યમરાજા પણ કેવળ પ્રાણુને હરણું કરે છે, પરંતુ ધન હરણ કરતું નથી, તે તેણે ત્યજેલા ધનનું હરણ કરતા રાજાએ યમથી પણ અતિનિર્દય ગણાય એ સત્ય છે.
વળી આર્ય પુરુષે જે કહે છે કે, રાજ્ય ભોક્તા નરકે જાય છે, તે રૂદન કરતી અપુત્ર વિધવાઓના દ્રવ્યગ્રહણના પાપથી જ કહેવામાં આવે છે. ઉલટું રાજાઓએ તે અનાથને ધન આપવું જોઈએ. બળાત્કારે તેમની પાસેથી રાજાએ જે લઈ લે છે, તે કઈ નવીન સ્થિતિ જોવામાં આવે છે. માટે
તૃતીયતને ભ્રષ્ટ કરનાર એવું આ અપુત્રક ધન લેવું મને ઉચિત નથી, એમ નિશ્ચય કરી ધર્માત્મા શ્રીકુમારપાળ ભૂપતિએ મહાજનને કહ્યું,
પતિ અને પુત્રરહિત સ્ત્રીઓનું ધન રાજાઓએ બળાત્કારે ગ્રહણ