________________
૨૨૬
કુમારપાળ ચરિત્ર ત્યારબાદ પરિવાર સહિત લક્ષ્મણરાજા મૂહની માફક બેભાન થઈ ગયે, દેવવચન
પિતાના શરીરની કાંતિવડે સૂર્યને પણ નિસ્તેજ કરતે કેઈપણ સુત્તમ ત્યાં આગળ પ્રગટ થઈ છે.
હે નૃપ! હાલમાં સુધર્મેદ્ર નંદીશ્વર દ્વીપમાંથી જિદ્રોને નમસ્કાર કરી તારા નગરની ઉપર આ જ આકાશમાર્ગે જતું હતું. મુનિને મારવા માટે દોડતા તારા પુત્રને જોઈ તે ક્રાધાતુર થઈ ગયે.
હું દેવ છું. શ્રીજિનશાસન પર મને બહુ પ્રેમ છે. તેથી તેણે મને અહીં મેકો . તારા પુત્રને દુર્નય જોઈ ક્રોધથી મેં તેને આ પ્રમાણે શિક્ષા કરી છે.
કારણ કે, સમ્યફદષ્ટિ પુરુષો મુનિઓનું અપમાન સહન કરતા નથી, માટે આ તારો પુત્ર મુનિરાજેનું સન્માન કરશે તે સાજો થશે. અન્યથા તેને સજજ કરવાને દેવ પણ સમર્થ નથી.
રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે દેવના કહેવા પ્રમાણે મુનિના ચરણોદક વડે સિંચન કરવાથી રાજકુમાર તત્કાલ સાજો થયે.
ત્યારપછી તેને દેવે કહ્યું. જે દુષ્ટ ! જે આ મુનિને તું અપશુકન માને છે, તે શુકન કયા? એનો જવાબ તું આપ. અથવા મૃગીયાશિકારના પાપમાં આસકત થયેલા તારા દુષ્ટના સન્મુખ પાપીઓ આવે, ત્યારે જ તને સુખ થાય, પરંતુ ધાર્મિકેના આગમનથી ન થાય.
તેમજ તીર્થસેવા અને દીક્ષા ઘણા કાળે જેને નાશ કરે છે, તે દુરિત શ્રેણિને ક્ષણમાત્રમાં મુનિ મહારાજ પોતે દર્શન માત્રથી નાશ કરે છે. એ આશ્ચર્ય નહીં તે શું ?
હે ચંડસેન! આ મુનિના તપને પ્રભાવ તે પોતે જે કે નહીં? જેમના મહિમાથી મહેંદ્ર પણ દાસ થયે છે અને તું પણું જીવતે થયે. એમ કહી તે દેવ મુનિને નમસ્કાર કરી સ્વર્ગમાં ગયે.
પછી ચંડસનરાજકુમારે તે તપસ્વી મુનિની આગળ બહુ ક્ષમા
માગી.