________________
૨૨૪
કુમારપાળ ચરિત્ર
આ બાર પ્રકારનું સંપૂર્ણ તપ સર્વ સંગના ત્યાગી મુનિને જ હોય છે.
પરંતુ અનેક આરંભમાં તત્પર થયેલા ગૃહસ્થાશ્રમીથી સંપૂર્ણ રીતે તે થઈ શકતું નથી.
સંયમશ્રી અને તપશ્રી એ બંનેને પરસ્પર બહુ પ્રીતિ હેય છે. જ્યાં સંયમશ્રીને ઉલ્લાસ હેય છે, ત્યાં તપશ્રીને પણ ઉલ્લાસ થાય છે, માટે સંયમશ્રી એ જ ભવસાગરને તારનાર છે. દીક્ષા ગ્રહણ
આ પ્રમાણે સૂર્યની કાંતિ સમાન ગુરુની વાણીવડે વિક્રમરાજાનાં બેધચક્ષુ ખુલ્લાં થઈ ગયાં.
પિતાના પુત્રને રાજ્ય આપી વિક્રમરાજાએ ગુરુની ચરણમાં દીક્ષા ગ્રહણ કરી.
ગુરુની પાસમાં દશ પ્રકારની સામાચારીને અભ્યાસ કરી તેમણે માસક્ષમણાદિક દુસ્તપ તપની આરાધના કરી.
તેના તે તપની ઘણી વૃદ્ધિ થવાથી દેવને આકર્ષવામાં સમર્થ એ તેમને પ્રભાવ બહુ બલવાન થયે, એ મોટું આશ્ચર્ય થયું. બુદ્ધિમાન તે મુનિ વૃતાદિક વિકૃતિ–વિગઈને પિતાના હૃદયમાં વિકારને હેતુ જાણીને શરીર બહુ કૃશ હતું, છતાંયે કઈ પારણાના દિવસે પણ, તેનું ભોજન કરતા નહતા. ચંડસેનમૂછ
એક દિવસ વિશાળ તપેરાશિની મૂર્તિ સમાન વિક્રમ મુનિ પારણું માટે લક્ષણવતી નામે નગરીમાં ગયા.
ત્યાં લક્ષ્મણભૂપતિને અંડેસેનનામે પુત્ર દુષ્ટ બુદ્ધિ હેવાથી શીકાર માટે બહાર જતું હતું,
તેવામાં સામા આવતા તે મુનિ તેના જેવામાં આવ્યા. તેથી તે ચંડસેન અપશુકન જાણી તીક્ષણ અગવડે વિક્રમ મુનિને મારવા માટે દેડ કે તરત જ તે પોતે મયૂરબંધથી બંધાઈને મૂછિત થઈ પૃથ્વી પર એકદમ પડી ગયે.