________________
દેવ વચન
૨૨૫
- હા ! હા! ! આ મહાશયને અકસ્માત્ શું થયું? એમ ચિંતવતા અને અનુકંપાના તરંગથી ઉછળતા કૃપાસાગરસમાન વિકમમુનિ તેની પાસે આવી ઉભા રહ્યા.
હાહાકાર કરતા નગરના લોકો અને શેકાતુર થયેલા તેના માણસોએ શીતાદિક ઘણું ઉપચાર કર્યા, પણ પાષાણુની માફક તે સચેતન થયે નહીં.
તે વાત સાંભળી તેને પિતા બહુ દુઃખી થયે અને તે જ વખતે પરિવાર સહિત દેડતે તે પોતાના પુત્રની પાસે આવ્યા. | મુનિને મારવાની ઈચ્છાથી મારા પુત્રને આ દુખ પડ્યું છે, એમ જાણી મુનિના ચરણકમલમાં પડી રાજાએ કહ્યું. | હે મુની દ્ર! યૌવનાદિકના ગર્વથી મારા પુત્રે આપને અપરાધ કર્યો છે, માટે આપ ક્ષમા કરે. કારણ કે; સાધુ પુરુષે ક્ષમાવાન હોય છે.
યૌવન, વૈભવ, શૌર્ય, સંપત્તિ, વિટપુરુષની સંગતિ અને સારાસારના વિચારની શૂન્યતા, એ સર્વે વિના મુદ્દે પણ મદ કરનાર છે.
વળી હે તપોનિધે ! જેના હૃદયમાં વિશ્વને અંધકરનાર અજ્ઞાનરૂપ અંધકાર રહેલું છે, તે પુરુષ અવળા માગે જાય, તેમાં તેને શે અપરાધ ? માટે હે મુનીશ્વર ! આપ પ્રસન્ન થઈ દયાવડે મારા પુત્રને જલદી સજીવન કરે.
મેઘ પણ વિજળીના ચમત્કાર વિના જળવડે શું પ્રસન્ન નથી કરતા?
વિકમમુનિ બેલ્યા. મેં એને કંઈ કર્યું નથી, પરંતુ આ કુમાર મારવાને દે, એટલે તે પિતાની મેળે જ પૃથ્વી પર પડી શકે છે.
અહે! જેઓ પ્રાણુતે પણ નાના કીટક ઉપર પણ કઈ વખત દ્રોહ કરતા નથી, તે મુનિએ તારા પુત્રને આવું દુઃખ દે ખરા?
આ પ્રમાણે મુનિવચન સાંભળી લક્ષમણરાજા બહુ દીન હોય થઈ ગયે અને ફરીથી બે . જે આપે એને એમ ન કર્યું તે એને શું થયું હશે?
મુનિએ કહ્યું. મને પણ એ મોટું આશ્ચર્ય થાય છે. ભાગ-૨ ૧૫