________________
૨૧૮
કુમારપાળ ચરિત્ર લઈ જાય છે? ભૂમિપર રહેલા અને ઉપાય વિનાના અમે શું કરીએ? આ અશ્વ તે આકાશમાં ઉડડ્યો છે.
એમ હાહાર કરતા રાજાના સ્વારે જોઈ રહ્યા હતા, છતાંએ તેમની દૃષ્ટિથી અગોચર થઈ તે માયાવીની માફક બહુ વેગથી કઈ સ્થળે ચાલ્યો ગયે.
હા ! હા! આ મેટું આશ્ચર્ય છે. આકાશ માગે ઘેડે દોડ જાય છે. અથવા આ અશ્વ નથી, પરંતુ કોઈ કપટી દેવ હવે જોઈએ. આકાશમાં મને કયાં લઈ જવા ઈચ્છે છે?
એમ વિક્રમરાજા વિચાર કરતા હતા, તેટલામાં કઈક વનમાં દૂર જઈ ત્યાં વિકમરાજાને મૂકીને તે અશ્વ અદૃશ્ય થઈ ગયો. દિવ્યત્રી યુગલ.
આકાશમાંથી પહેલાની માફક વિક્રમરાજા દિશાઓમાં દષ્ટિ ફેરવતો હતો. તેવામાં ત્યાં સુંદર અંગવાળી બે સ્ત્રીઓ તેના જેવામાં આવી.
નિનિમેષ-સ્થિર દૃષ્ટિ હોવાથી અને અતિશય લાવણ્યને લીધે આ દેવીઓ છે. મનુષ્ય જાતિ નથી. એમ તેણે નિશ્ચય કર્યો.
પૂર્વે જેયેલી હોય તેવી તે બંને સ્ત્રીઓ સ્નેહ પૂર્વક બેલી. હે સ્વામિ ! અમે આપની બહુ વખતથી વાટ જોઈએ છીએ. આપને આવતાં ઘણે વિલંબ કેમ થયે?
એમ કહી તે બંને સ્ત્રીઓ રાજાને ઉપાડી ક્ષણમાત્રમાં પચરંગી મણિઓથી બાંધેલા મહેલના સાતમે માળે લઈ ગઈ.
તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય રસના સિંચનથી શંકરે બાળી નાખેલા કામને સચેતન કરતી, શૃંગાર રસનું સર્વસવ અને કામદેવનું ખાસ જીવિત હોય ને શું? તેવી કઈક દેવી ત્યાં પલંગ પર બેઠેલી વિક્રમરાજાએ જોઈ.
ત્યારબાદ દેવી પણ પલંગ પરથી નીચે ઉતરી અને આંતરિક વિનયને સ્વીકાર કરી પ્રેમપૂર્વક તેણીએ રાજાને બહુ આતિથ્ય સત્કાર કર્યો.