________________
દિવ્યસ્ત્રયુગલ
૨૧૯ ત્યાર પછી પિતાની દેવીઓ પાસે સ્નાન કરાવી પિતે તેને દીવ્ય રસોઈ જમાડી વસ્ત્રાદિકથી વિભૂષિત કર્યો.
ત્યાર પછી દેવી વિક્રમરાજાની આગળ બેઠી. કૃત્રિમ નેહથી રાજાને મોહિત કરવા લાગી. ઉત્કટ કામથી મત્ત થયેલી હોય તેમ તે દેવી વિક્રમને કહેવા લાગી.
હે દેવ! મારા પુણ્યથી જ ખેંચાઈ તું અહીં આવ્યા છે. શું ચિંતામણિરત્ન ભાગ્ય વિના હાથમાં આવે ખરું?
ઈશાનદેવલેકમાં રહેનારી હું દેવી આ વનમાં ક્રિડાની ઈચ્છાથી પિતાની શક્તિ વડે આ મહેલ બનાવી રહું છું.
ઘણુ કાલનાં તૃષાતુર થયેલાં આ મારા નેત્ર આપના સ્વરૂપામૃતનું પાન કરી જેવી રીતે તૃપ્ત થયાં, તેવી જ રીતે કામ જવરની પીડાથી દુ:ખી થયેલા મારા અંગને પણ તારા સંગમ રૂ૫ ઔષધથી તું સ્વસ્થ કર.
એ પ્રમાણે દેવીનું વચન પોતાના શીલવતને પ્રતિકુલ માની વિક્રમરાજાએ તેને ગુરુની માફક ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો.
હે દેવી ! તું દેવને ભોગવનારી છે, હું મનુષ્ય જાતિ છું. તે તું મારી સાથે શા માટે ભોગની ઈચ્છા રાખે છે? અમૃતનું પાન કરનારો એ કઈપણ ન હોય કે; ખારા જળની ઈરછા કરે ?
વળી સાદિક સેવા કરવી સારી પરંતુ વિષય સેવા સર્વથા ખરાબ છે. કારણ કે, સર્પાદિક તો એકવાર પ્રાણહરણ કરે છે અને. વિષય તે વારંવાર મરણદાયક થાય છે.
શંકરના કંઠમાં વિષયથી માત્ર શ્યામ ચિહ્ન થયું છે અને વિષયોથી. તે તેનું અર્ધાગ હરણ થયું છે.
અહે ! વિષયનું બલ વિચિત્ર છે.
આ ચારે પ્રકારની સંસાર ગતિમાં પ્રાણીઓને જે અસહ્ય દુઃખ થાય છે, તે વિષય વૃક્ષનું ફળ જાણવું. માટે નરકમાં લઈ જનાર વિષયને વિષની માફક ત્યાગ કરી મિક્ષના સ્થાનભૂત પરબ્રહ્મ-- બ્રહ્મચર્ય રૂપ અમૃતનું તું વારંવાર પાન કર.