________________
ગુણશ્રીને સંદેશ
૨૨૧ હાલમાં પોતાની સભામાં બેઠેલા ઈશાને કે પિતાના જ્ઞાનથી શીલતમાં સ્થિર તને જાણીને દેવેની આગળ કહ્યું.
હે દેવે ! ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં શિવપુરનગરને રાજા વિક્રમ હાલ શીલવ્રતમાં જે દેઢ છે, તે બીજે કઈ નથી.
પ્રાચે ચારિત્રધારી-મુનિ પણ શીલથી કદાચિત ચલાયમાન થાય, પરંતુ વિક્રમરાજા અપ્સરાઓથી પણ પોતે ચલાયમાન થાય નહીં.
લાવણ્યવતી અપ્સરાઓમાં ચૂડામણિ સમાન હું તેની દેવી છું. આ તારી પ્રશંસા સાંભળી મેં ઘણે વિચાર કર્યો.
અહે! ઈશાનેંદ્રનું આ વાક્યાતુર્ય કે નવીન પ્રકારનું છે, કારણકે મનુષ્ય કીટને દેવીઓ પણ શીલથી ન ચલાવી શકે.
સ્વપ્નમાં પણ યુવતિને જોઈ માણસ જલદી વિહૂવલ થાય છે, તે સાક્ષાત્ મેહની વેલડી સમાન દેવીઓને જોઈ વિહુવલ થાય તેમાં નવાઈ શી ? છે એમ વિચાર કરી હું તારી પરીક્ષા માટે સ્વર્ગમાંથી એકદમ
અહીં આવી અને અશ્વાપહારાદિક સર્વ પ્રપંચ મેં કર્યો. ' હે ભદ્ર! મસ્તક છેદનને સ્વીકાર કરીને પણ જે તે પોતાના નિયમથી ખલિત થયે નહીં, તેથી ધર્મવીરની ઉપમા તને જ ઘટે છે અને શીલવત પાલનારાઓને મુકુટ પણ તું જ છે.
के शील परिशीलयति न जनाः स्वास्थ्ये व्रतस्थास्तु ते, __ ये नैव व्यसनेऽपि जीवितमिवोन्मुश्चन्ति तत् कर्हिचित् । ग्रीष्मे शैवलिनी तरन्ति न कति स्युस्तारकास्ते पर, श्रोतःप्रोततटावनिं घनऋतौ ये तां तरीतुक्षमाः ॥ १ ॥
આરોગ્ય સમયમાં કયા માણસ શીલવ્રત પાલતા નથી ? પરંતુ જેઓ પ્રાણ સંકટમાં પણ જીવિતની માફક કઈ દિવસ શીલને ત્યાગ કરતા નથી તેઓ જ સાચા વ્રતધારી જાણવા.
ગ્રીષ્મ રૂતુમાં કયા પુરુષે નદી તરતા નથી, પરંતુ જેઓ વર્ષ